________________
જોઈને પૂછ્યું, તે કહે કે “ગુફાની બહાર દીપડો બેઠો છે. ગંધથી મેં આંખો ખોલી. દીપડો જોઈ ગભરાયો એટલે પાછો આવ્યો.' સમય થયે ગોકળભાઈ આવ્યા. મેં પૂછયું કે આજે દીપડાના દર્શન થયા ? કહે : તે આવ્યો, બેઠો, સમય થયો અને તે ગયો. અમે બંનેએ અન્યોન્ય જોઈ લીધા. કામ પૂરું થયું. આવી નિર્ભયતા તેમને આત્મસાત્ હતી. આજ સુધી તેમની આ એકાંત સાધના થતી રહી છે.
જયારે શરીરમાં કાંઈ વ્યાધિ થાય ત્યારે તેઓ પુષ્ટ આલંબન દ્વારા ઉપયોગને જોડી રાખે અને ભેદજ્ઞાનનો પ્રયોગ કરે. ન છૂટકે ઉપચાર કરે. પ્રારંભમાં એ શરીરને કહે કે આગતાસ્વાગતા તને નહિ મળે. તમે રહો કે જાવ, મારા આત્મપ્રદેશને કોઈ ક્ષતિ થવાની નથી. ઉપચાર દહલક્ષી ન કરે પણ વિકલ્પ શમાવવા પૂરતો કરે-આવું તેમનું સ્વભાવલક્ષી મનોબળ છે. સૌને આ પદ્ધતિ સમજાવે છે.
અમદાવાદ હોય ત્યારે તેમના સત્સંગનો લાભ ઘણો પ્રેરણાદાયી રહે છે. મુખ્યત્વે તત્ત્વદૃષ્ટિની પ્રધાનતાથી ભૂમિકા અનુસાર આરાધના વિષે નિરૂપણ કરે, અંગત રીતે મને એમાં ઘણો લાભ થયો છે. ભેદજ્ઞાનની વિશેષતા સમજાવતા. તેમાં ભેદજ્ઞાનના અનુભવીનો પરિચય ઉપયોગી થાય માટે એવો પરિચય કેળવવા માટે ચર્ચાવિચારણા કરતા.
તેઓનો સાત્ત્વિક અને તાત્ત્વિક પરિચયનો લાભ આજ સુધી મારા જીવનમાં પ્રેરકબળ છે. મારી બીમારીમાં તેમણે મને સત્સંગ વડે ઘણી સહાય કરી છે. આત્મલક્ષ બળવાન રહે તેવી પ્રેરણા આપી છે, આવો પુણ્યયોગનો શક્ય તેટલો લાભ ઉઠાવું છું. મારી મંગલયાત્રાના આ સૌ સાથીઓ છે. એકાંતવાસી સાધક શ્રી યોગેશભાઈની સાથે ધર્મવાર્તા :
ઈડરમાં જયારે મારી સ્થિરતા હોય, ત્યારે ડૉ. હરિભાઈ સાથે યોગેશભાઈ આવતા તે સમયે તેમનો પરિચય થયો હતો. ત્યારે તેઓ શ્રોતાગણ તરીકે સ્વાધ્યાયમાં બેસતા. પછી તો તેમનો આત્મવિકાસ યુવાનીમાં વૃદ્ધિ પામ્યો. એટલે કહું કે હવે હું શ્રોતા છું. વાસ્તવમાં તેમની સાધનાની પ્રતિભાનો એવો પ્રભાવ મારા પર રહ્યો છે.
તેઓ મૂળ પાલનપુરના ગર્ભશ્રીમંતના સુપુત્ર છે. વળી તેમના ભાઈ મુંબઈમાં રહેતા, તેમની સાથે ધંધામાં જોડાયા. તેઓ કહેતા કે એક વાર પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરજીનું પ્રવચન સાંભળી મારી વિચારધારા પલટાઈ ગઈ. અનુક્રમે મેં સંસારથી મુક્ત થવાનો મારો અભિપ્રાય માતાને કહ્યો. વિભાગ-૯
મારી મંગલયાત્રા
૨૩O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org