________________
ભૂલી જાવ. પ્રભુના ગુણમાં ઓતપ્રોત થાવ; શુદ્ધિ પ્રગટ થશે. સ્થિરતા આવશે. એ જ આત્માનો આનંદ છે.”
મારાથી બાહ્યક્રિયામાં વિશેષ રસ અને ઉદ્યમ નથી થતા.”
“શ્રાવકાચારને યોગ્ય આવશ્યક ક્રિયા કરવી કારણ કે આરંભપરિગ્રહનાં પાપ થતાં રહે અને પ્રતિક્રમણ કે આલોચના ન થાય તો શુદ્ધિ ન થાય. તમારી સ્વાધ્યાયશક્તિ ઉત્તમ છે. તેનાથી ઘણો લાભ થશે, નિર્જરા
થશે.”
પૂજ્ય શ્રી હૈદ્રાબાદથી અમદાવાદ બે-ત્રણ દિવસ માટે પધાર્યા હતા. ત્યારે દર્શનનો લાભ મળ્યો હતો. વળી અમારા સત્સંગના સભ્યોને લઈને ગઈ હતી. થોડી વાર બોધ આપ્યો. પછી એક શિષ્ય કહે : કાલે ત્રણેક હજાર માણસો વાસક્ષેપ મસ્તકે ચઢાવી ગયા. તેથી હાથે હવે જરાય ઊંચો થતો નથી માટે માંગલિક સાંભળીને સંતોષ માનજો.
પૂજ્યશ્રીના સાન્નિધ્યનો આત્મિક લાભ અને અનુભવ થયા પછી હવે એવું હતું કે :
ભક્તવત્સલ તમારું બિરુદ જાણી કેડો ન છેડો હવે લેજો તાણી.”
આવા ભાવોલ્લાસથી છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પાલીતાણા અને કચ્છ પૂ. શ્રીની સ્થિરતા હોય ત્યારે ઘણું ખરું દર્શનાર્થે જવાનું થયું. પાલીતાણા તો બે વાર પંદર-વીસ દિવસનું સાન્નિધ્ય મળ્યું. શ્રી પાલીતાણામાં થયેલો સમાગમ :
તેઓનો પ્રથમ પ્રશ્ન કેટલા દિવસની સ્થિરતા છે. પાલીતાણા પંદરવીસ દિવસ હતી. એટલે સવારે એક કલાક અને બપોરે સાધ્વીજનોની વાચના સમયે લાભ મળતો. મારી સાથે કોઈ એકાદ બહેન આવતી.
- સવારે જ્ઞાનસારની નોંધપોથીમાંથી બોધ આપતા. બહાર તો સેંકડો માણસો ઊભા હોય પરંતુ શાંતિથી એક કલાક અમને બોધ આપતા. સૌ તેમના શિષ્યોને પૂછતા ત્યારે જવાબ મળતો.
આ શ્રાવિકા એક જ એવાં છે કે જે દૂર દૂરથી તત્ત્વના બોધ માટે આવે છે. તેમની જિજ્ઞાસાને કારણે પૂ. શ્રી તેમને પૂરતો સમય આપે છે. તેથી બધાંને બહાર બેસવાનું કહે છે. મારી સાથે પુષ્પાબહેન રોજે આવતાં, વળી કોઈ એકાદ ભાઈ પણ હોય.
પાલીતાણા વ્યાખ્યાન તો તેમના (પુત્ર) શિષ્ય, આચાર્યશ્રી કલાપ્રભસૂરિજી આપતા. તેઓશ્રી પ્રારંભમાં ફક્ત પંદર મિનિટ વ્યાખ્યાન આપતા. વયવૃદ્ધતાને કારણે અવાજ અતિ ધીમો હતો. આગળની એકાદ વિભાગ-૧૨
૩૩૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org