________________
પૂ.શ્રી પાસે જઈ મેં મારા નિવાસે જવા રજા માંગી. નિવૃત્તિની વાત કરી ન હતી. તે પાછળથી જાહેર થઈ. તે દિવસે જેમ સંસ્થાઓમાંથી કોઈ સમારંભ વગર નિવૃત્ત થતી હતી તેમ આ કેન્દ્રથી ૧૯૮૮ના અંતમાં મૌનભાવે મુક્ત થઈ. પૂ.શ્રીને ક્ષમાપના પત્ર મોકલી સાથે તેઓના સદ્દભાવનો આભાર માની લીધો હતો.
- શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રથી નિવૃત્ત થયા પછી ૧૯૯૧ ૯૨માં બે વર્ષ લંડનની સત્સંગયાત્રા યોજાઈ હતી. છેલ્લાં પાંચ વર્ષથી લંડન, આફ્રિકાના સ્વાધ્યાય-સત્સંગથી સૌ પરિચિત હતાં. ૧૯૯૧માં અમદાવાદ નિવાસી સુશીલાબહેન રમેશચંદ્ર શાહ જેઓ ધંધાર્થે વેલીનબરો રહ્યાં હતાં. ત્યારે તેમણે પોતાના નિવાસે શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન કર્યું હતું.
સંખ્યા અલ્પ હતી પરંતુ જિજ્ઞાસુવૃત્તિવાળા હોવાથી શ્રી પ્રશમરતિગ્રંથનું અધ્યયન કર્યું હતું. જેમાં સૌને વૈરાગ્યનું મૂલ્ય સમજમાં આવ્યું, જીવનદષ્ટિ મળી.
૧૯૯૨માં લેસ્ટરના દેરાસરના સંઘ દ્વારા શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારો ઉતારો શ્રી નટુભાઈ તથા ભાનુબહેનને ત્યાં હતો.
શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવતું હતું. અન્ય દિવસોમાં નવતત્ત્વનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં તે સૌએ પ્રથમ જ વાર નવતત્ત્વની સમજ મેળવી હતી.
૧૯૯૨ના લેસ્ટરના કાર્યક્રમ દરમ્યાન એન્ટવર્પમાં શ્રી રાકેશભાઈ ઝવેરીના સૂચનથી એન્ટવર્પના જિજ્ઞાસુઓએ સાત દિવસનો સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હતો. લગભગ જિજ્ઞાસુઓના નિવાસે કાર્યક્રમ થતો. તેમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું વાંચન થતું.
તેમાં પ્રશ્ન થયેલો કે ભક્તિ કરવી કે પ્રતિક્રમણ કરવું ? સામાયિક કઈ વિધિથી કરવું ?
મેં કહ્યું : “મોક્ષમાળાના પાઠમાં ઘણાં અનુષ્ઠાનોમાં આ ત્રણ અનુષ્ઠાન મૂક્યાં છે. તમારે સમયોચિત, સંસ્કાર પ્રમાણે ત્રણેની આરાધના કરવી જરૂરી છે. જેમ તમે વસ્ત્રો પહેરો ત્યારે જે મુખ્ય ત્રણ પહેરતા હોય તેમાંથી કેવું વસ્ત્ર વર્ષ કરવું ? ત્રણે વધુ જરૂરી છે ને ? તેવી રીતે આહારમાં અમુક વસ્તુ, મસાલા જરૂરી છે ને ? તેમાં ગૌણ મુખ્યતા થઈ શકે પરંતુ આવશ્યક છે તેને કેમ છોડાય !
ભલે ભક્તિ આદિ આવશ્યક કરણી છે. જો કપાય-વિષય મંદ મારી મંગલયાત્રા
૨૬૧
વિભાગ-૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org