________________
ચાર પુસ્તકો પ્રકાશિત થયાં, તે સંસ્થાના ગ્રાહકો અને ચાહકો સુધી પહોંચ્યા. યદ્યપિ તેમાં તત્ત્વબોધ ગૌણ હતો તે હકીકત સાચી હતી.
આથી ટ્રસ્ટીગણને લાગ્યું હવે આ કામ મુલત્વી રાખવું. હમણાં ઘણાં પુસ્તકોનું પ્રકાશન થયું છે. ત્યારે વળી કોઈ પ્રકાશન માટે માંગણી આવતી. તે વખતે ટ્રસ્ટગણના અભિપ્રાય મુજબ પ્રકાશન પ્રતિબંધિત હતું. મને પણ તે વાત સમજાઈ કે કેન્દ્રમાં રહીને તેની પ્રણાલી પ્રમાણે કાર્ય હોવું જોઈએ. વળી ત્યારે સમાજકલ્યાણમાં કામ ચાલુ હતું તેથી એ પુસ્તક તે સંસ્થા દ્વારા પ્રગટ થયું.
સામાજિક કાર્ય કુશળતાથી કરેલું એટલે પણ એવો ઉત્સાહ ખરો કે કંઈ વિશેષ આરાધના કરીએ. તે વખતે આયંબિલતપની ઓળી હતી. પૂ.શ્રીને વાત કરી કે આ તપ યથાશક્તિ સૌ કરીએ. પછી તો સૌના ઉત્સાહથી પૂરી વિધિ સહિત એ તપ થયું. યદ્યપિ તે શ્વેતાંબર આમ્નાય પ્રમાણે હતું. તેમાં મારો આગ્રહ ન હતો. વળી પૂ. શ્રી પણ વિશાળ દૃષ્ટિયુક્ત હતા છતાં આમાં તેમની પૂરી સૂચના લેવાને બદલે મારા ઉત્સાહથી આયોજન થયું. તેમાં કેન્દ્રની પ્રણાલીની શિસ્ત સચવાઈ નહિ હોય તેવું ટ્રસ્ટીગણને લાગ્યું. તે મને પછી સમજાયું. ખેર.
મારા સ્વાધ્યાય પણ શ્વેતાંબર આમ્નાય પર વધુ આધારિત રહેતા. તેનો મને આગ્રહ ન હતો પરંતુ મારો શાસ્ત્રાભ્યાસ તે પદ્ધતિનો હતો. મને શ્રી વચનામૃત કે અન્ય સાહિત્યનો અભ્યાસ ખરો પરંતુ દિગંબર શાસ્ત્રો અન્વયે તાત્વિક અભ્યાસ નહિવત્ હતો. મને તેનો ઊંડો ખ્યાલ નહિ. આથી પૂ.શ્રીએ એક વાર સૂચન કર્યું કે તમારે હમણાં સ્વાધ્યાય મુલતવી રાખવો, વળી બીજા સ્વાધ્યાયકારો હમણાં છે. તમે તત્ત્વદષ્ટિનાં શાસ્ત્રોનો અભ્યાસ કરો તે જરૂરી છે. પૂ. શ્રીની વાત લાભદાયી હતી. પણ મને તે વખતે તેવી રૂચિ પેદા ન થઈ.
વળી ૧૯૮૮માં તેઓશ્રીના જન્મદિને પૂ.શ્રીએ આશ્રમાર્થીઓ માટે સમર્પણ વિધિ' જાહેર કરી તેમાં કેટલીક પ્રતિજ્ઞાઓ હતી. જે પાળવી મને મારે માટે શક્ય ન લાગી. મારો સંસ્કાર પંચપરમેષ્ઠિ અને ચાર શરણનો હતો. વળી મેં હજી કોઈના ગુરુપદને ધારણ કરેલું નહિ તેથી મને આ સમર્પણ ભાવ ઊઠ્યો નહિ. ગુરુ પ્રત્યે શિષ્યની સમર્પણતા હોવી સાધનક્ષેત્રમાં જરૂરી છે પણ મારી માન્યતા પંચપરમેષ્ઠિ પ્રત્યેની હતી.
આવાં કારણોથી એક સવારે શાંત ચિત્તે નિર્ણય કર્યો કે આશ્રમમાં રહેવું તો તેની શિસ્ત અને પ્રણાલીથી રહેવું અગર મુક્ત થવું. આથી
વિભાગ-૯
૨૬૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org