________________
પકડાતું. વળી કોઈ સંસ્કાર જોર કરીને બહાર લઈ જતો ત્યારે અલ્પ સમયમાં અવલંબનથી વળી સ્થિરતા આવતી, ઘણી વાર આવા અનુભવથી ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ સ્મૃતિ પર લાંબો સમય ટકતો.
આથી એવું સમજાય છે કે તે સમયની ચિત્તશુદ્ધિ જીવન પર અંદરબહાર પ્રકાશ આપતી રહી છે. આવી એક પ્રકારની સૂક્ષ્મતા આવતાં, શાસ્ત્રબોધ સરળતાથી સમજાતો, કોઈ પ્રસંગોનું પ્રથમથી જ સમાધાન થઈ જતું. દરેક પ્રસંગે વ્યક્તિઓ પ્રત્યે સમાધાન રહેતું. અપૂર્ણતા તો છે જ છતાં આત્મ-અવલંબનની શ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું. ત્યારે કોઈ વાર એમ થતું કે આ પ્રયોગ અન્યને પણ બતાવવા જેવો છે. ક્યાંક પ્રયત્ન કરતી પરંતુ વળી એમ થતું કે એવું બહારનું કર્તુત્વ શા માટે ? હજી પરિપક્વતા થવા દો.
ટૂંકમાં ક્યારેક આવા પ્રયોગ વગર પણ અંતર આનંદ-પ્રસન્નતાથી ભરાઈ જતું. તે પછી સામાયિક હો, કોઈ પ્રસંગ હો, એકાંત હો કે લોકસમૂહમાં હો. આવી વાતોનો વિસ્ફોટ ન કરવો તેવું શિક્ષણ હોવાથી તે મનમાં જ સમાયેલું રહેતું જે વધુ લાભદાયી બનતું. આજે આ ગુરુકૃપા વરસતી રહી છે જેથી એ અનુભૂતિ જળવાઈ છે. સ્થિરતા, સૂક્ષ્મતા અને શુદ્ધિની વૃદ્ધિ અનુભવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાથી નિવૃત્તિ : (૧૯૮૮-૧૯૮૯).
વાચકો ! તમે જોયું કે મારી મંગલયાત્રાનાં ચક્રો ફરતાં બદલાતાં રહે છે, તેને યાત્રા કહેવાય ને ? અથવા માનો કે વિકાસના એ ગૂઢ રહસ્યો છે. મારું ધ્યેય આત્મદર્શનના બીજનું વવાયેલું એટલે બહારના સ્થાન બદલાય પણ અંતરધ્વનિ જળવાયો છે. વળી તે તે નિમિત્તો જે સમયે બનતા હોય છે, ત્યાં કોઈ સ્થાન કે વ્યક્તિની ક્ષતિ નથી, પરંતુ ઋણ છે તેમ માન્યું છે, લેણદેણ છે.
આ કેન્દ્રમાં ૧૯૮૨માં પૂ. શ્રીના સદૂભાવથી પ્રવેશ થયો હતો. પૂ.શ્રીની નિશ્રામાં મારી આરાધના થતી હતી. વળી તેઓની જ પ્રેરણાથી આફ્રિકા તથા લંડનની સત્સંગયાત્રા યોજાઈ હતી. ત્યાંના સ્વાધ્યાય વિગેરે સાનંદ સંપન્ન થતા. વળી દરેક વખતે તે તે પ્રવચનોની પુસ્તિકા તે સત્સંગીઓના અર્થ સહયોગથી પ્રગટ થતી. આથી મને એવો ઉત્સાહ કે સંસ્થાના સાહિત્યક્ષેત્રે કાર્ય થાય છે. તેમાં તે વખતના સંસ્થાના માસિકના સંચાલક શ્રી હરિભાઈ પણ ઉત્સાહથી આ કાર્ય પૂરું કરતા. આમ ત્રણમારી મંગલયાત્રા
૨૫૯
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org