________________
પથ્થરો પર મને પ્રભુદર્શન થતાં હતાં.
મને થયું આપણે પાલીતાણા ““કાંકરે કાંકરે અનંતાસિદ્ધા” બોલીએ ત્યારે આવું થાય છે?
આમ, પૂર્વના આરાધક જીવોમાં બાળક છતાં પણ આપણને ગુણોની ઊંચાઈનાં દર્શન થાય છે. શ્રીમદ્ રા.સા. કેન્દ્ર, કોબાની નિવૃત્તિમાં શુભધ્યાનમાં સ્થિરતા, ચિત્તપ્રસન્નતાનો ક્વચિત્ અનુભવયોગ :
તદ્દન પ્રારંભમાં પૂ. આચાર્યશ્રીએ જૈનદર્શનનો મહામંત્ર નવકાર મારી ભૂમિકા પ્રમાણે જાપ રૂપે આપ્યો હતો. તે ગણાતો રહ્યો. તેને પન્નાલાલ ગાંધીએ ઓપ આપ્યો કે આ તો સ્વરૂપમંત્ર છે. મંત્ર ઘૂંટાતો જાય અને સ્વરૂપ-અનુસંધાન થતું જાય. આમ નવકારમંત્રની શ્રદ્ધા હતી જ. વળી આચાર્યશ્રીએ તેને વધુ શ્રદ્ધાયુક્ત કર્યો.
વળી શ્રીમદ્જીએ પ્રકાયું છે કે : “શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહા પદને સમરો, નહી એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.”
(શ્રીમદ્જીનાં સ્થાનોમાં ભલે આ મંત્રની ગૌણતા થતી રહી પણ વાસ્તવિકતા આ છે.)
આ મંત્ર મારા ચિત્ત પર અંકિત હતો, તેમાં વચ્ચેના ગાળામાં ધ્યાન-મૌનની શિબિરોથી સ્થિરતાનો અભ્યાસ પુષ્ટ થયો હતો. તેનો પ્રયોગ ચાલુ હતો, જ્યારે મનમાં તેની ભાવના ઊઠે મનાદિ યોગ ગોઠવાઈ જાય ઉપયોગ સ્થિરતા પકડતો. રાત હો, અર્ધી રાત હો ગુરુકૃપા હતી.
સાધના કેન્દ્રનું પંદર વર્ષ પહેલાં આજ કરતાં વાતાવરણ શાંત હતું. લોકવી અલ્પ હતી. રમ્ય અને રળિયામણું તો હતું અને છે. પૂ.શ્રીના બોધ વચનો, જિજ્ઞાસુઓની શુભભાવનાથી એક વાયુમંડળ રચાતું હોય. તેનાં સ્પંદનો વિખરાતાં હોય, ત્યારે સાધકને તેની સહાય-આલંબન મળી રહે છે.
આ જીવને હિમાલયમાં, ઈડર જેવાં સ્થાનોમાં આવો અભ્યાસ હતો તેથી આ કેન્દ્રમાં પણ આ પ્રયોગ થતો. શારીરિક અવસ્થા પણ આસનને યોગ્ય રહેતી. આથી કોઈ વાર અગાસી કે રાત્રે બહાર મેદાનમાં ધ્યાનમાં જવાનું સુલભ બનતું. - નવકાર મંત્ર, ભાવના, શ્વાસ સાથે જાપથી આ ધ્યાનનો પ્રારંભ થતાં, અનુક્રમે નીરવ શાંતિનો લય માવતો. વચમાં મૂકેલું અવલંબન વિભાગ-૯
મારી મંગલયાત્રા
ર૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org