________________
પૂ. શ્રી સોનેજી સાથે મદ્રાસ, બેંગલોર તરફની સત્સગયાત્રા :
મદ્રાસમાં પૂ.શ્રીના ચાહકો, સવિશેષ વસંતબહેનના પરિવારે સ્વાધ્યાય-સત્સંગનું આયોજન કર્યું હતું. તેમના હૃદયના ભક્તિભાવ પ્રશંસનીય હતા અને આજે પણ છે. અમારો ઉતારો, આહારાદિની સપ્રમાણ વ્યવસ્થા, નિયમિત પૂ.શ્રીના સ્વાધ્યાયનું આયોજન વિગેરે આ પરિવારે પ્રેમપૂર્વક સંપન્ન કર્યું હતું. મોટી સંખ્યામાં સૌએ પૂ. શ્રીના સ્વાધ્યાયનો લાભ લીધો. એ સ્વાધ્યાય ઘણા મર્મસ્પર્શી હતા.
એક નાના સ્થળે મારા સ્વાધ્યાય રાખ્યા હતા. ત્યાં એક બાર વર્ષના બાળકનો મને હૃદયંગમ અનુભવ થયો. તે બાળક રોજે આગળ આવીને બેસે (નામ યાદ નથી). એક વાર મેં પૂછયું કે તને આ બધું સમજાય છે?
“બધું સમજાય નહિ, પણ આનંદ આવે છે. તમે મને તમારું આ જ્ઞાન આપો ને !” તને કેવી રીતે સમજાયું કે આ જ્ઞાન છે ?
એ તો મારા મનમાં મને સમજાય છે, તમે મારે ઘરે ચાલો. મને જ્ઞાન આપો.”
અમે એને ઘરે ગયા. તેના મા કહે : એને બાળપણથી આ સંસ્કારો છે. કર્મગ્રંથ જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો ગમે. રમતગમતમાં તેનું ધ્યાન ઓછું રહે છે. અમારા કરતાં તેની ભાવના ઊંચી છે. મેં એને કહ્યું, તું ભજન ગા પછી જ્ઞાન આપું.'
તમને કેવી રીતે સમજ પડી કે મને ભજન ગાતાં આવડે છે ?”
“તને જેમ જ્ઞાનની સમજ પડીને તેમ મને ભજનની સમજ પડી.” તેણે મધુર ભાવથી ગાયું : ““અખિયાં હરિદર્શનની પ્યાસી.” અમે સૌ તેના ભજનમાં લીન થઈ ગયા. થોડી વાર મૌન પ્રસરી ગયું.
તેની જ્ઞાન વિષેની ગંભીરતા જોઈ મેં તેને અહિંસા, સત્ય, અચૌર્ય, ઈન્દ્રિય સંયમ અને અલ્પપરિગ્રહના માધ્યમથી જ્ઞાનપરિચય આપ્યો.
અલ્પપરિગ્રહની વાતમાં મેં કહ્યું: તારી પાસે પેન્સિલ જેવાં સાધનો જૂનાં થાય તે તારે જરૂરિયાતવાળાં બાળકોને આપી દેવાં.
તે કહે: “એ બાળકો પાસે જૂનાં પણ હોતાં નથી તો પછી શા માટે આપણે તેમને નવાં જ ન આપવાં ?”
મેં તરત જ મારા કાન પકડ્યા : “બેટા, તારી વાત સાચી છે. નવાં જ આપજે. હું પણ એમ કરીશ.” આમ ગુરુ મળે છે.
પછી કહે : હું મામા સાથે અરૂણાચલમ ગયો હતો. ત્યાંના બધા જ મારી મંગલયાત્રા
ર૫૭
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org