________________
દિવસનો આ લ્હાવો છે. આપણે સમયનો પૂરો ઉપયોગ કરીએ. આથી રાત્રે એક કલાક ભક્તિ-આરાધના કરી. સવારે ૫-૩૦ વાગે ઊઠીને ભક્તિમૌન-આરાધના કરી, પ્રભાતિક અન્ય કાર્યો આટોપી સી ૧૦ વાગે તૈયાર થયાં. સીટની ઉપર, નીચે, વચમાં એમ અમારી ધર્મસભા ગોઠવાઈ ગઈ. ૧૦ થી ૧૨ સ્વાધ્યાય કરાવ્યો. પછી વળી બપોરે ૩-૩૦ થી ૫ સ્વાધ્યાય, સત્સંગ, રાત્રે ભક્તિ. આમ ટ્રેઇનના સમયનો સદુઉપયોગ થયો. તે પ્રમાણે જયાં જયાં બસમાં ગયા તે પ્રમાણે સત્સંગ-ભક્તિ થતાં હતાં. તેમાં એ સૌની રુચિનો પ્રભાવ હતો.
યાત્રાનાં સ્થળોએ સઉલ્લાસ દર્શન-પૂજન થતાં. કોલકતાથી પૂ.શ્રી સાથે થયા, એટલે તેમનાં ભક્તિ-સ્વાધ્યાયનો લાભ મળતો રહ્યો.
શ્રી સમેતશિખરજીમાં એક દિવસ ઉપરની યાત્રામાં દર્શન-પૂજનનો લાભ લીધો. પાર્શ્વનાથની ટુંકમાં ભક્તિ કરી. ખૂબ જ ભાવભર્યા દયથી, ધુન ગાતાં ગાતાં નીચે ઊતરતાં હતાં. એક દિવસ નીચેના દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા થઈ. શ્રી દિગંબર મંદિરમાં કે જ્યાં સમય હોય ત્યાં પૂ.શ્રીનો સ્વાધ્યાય થતો. પૂરી યાત્રા હાર્દિક ભક્તિભાવથી આનંદપૂર્વક સંપન્ન થઈ.
લંડનના સમૂહની વ્યવસ્થા નેમુભાઈ વિગેરે નિપુણતાથી કરતા. ૪) યાત્રાળુ, દરેકના ત્રણ મુદ્દા, ૧૨૫ ઉપરાંત મુદ્દા સ્ટેશન પર ખડકાય. ગરબો ગાવાનો હોય તેમ સૌ સામાનની આજુબાજુ ગોળ ગરબો કરી લે. સામાન ઊપડે પછી ગરબો મુક્ત થાય. આહારાદિમાં પણ વ્યવસ્થિત હાર. બંધ સૌ ગોઠવાઈ જતાં.
પૂ.શ્રીની અને મારી થાળી પિરસાય પછી અન્ય યાત્રિકો થાળી પર ગોઠવાય એવા વિવેકનાં દર્શન થયાં.
મુંબઈ યાત્રિકોની વ્યવસ્થા જયંતભાઈ સંભાળતા હતા. વળી શ્રી સોમચંદભાઈ જયાબહેને શ્રી સમેતશિખરની પ્રજાને સાડી, ધાબળો, અનાજનું વ્યવસ્થિત વિતરણ કર્યું હતું. રાજગૃહીમાં વિરાયતનમાં રહ્યા ત્યાંની વ્યવસ્થા માણી અને સંસ્થા દર્શન કર્યા.
પ્રભુની નિર્વાણની પાવનભૂમિ પાવાપુરીમાં સાંજે આરતીમાં તો સૌ એવાં મગ્ન થઈ ગયાં કે આરતીનાં પદો બે વાર ચૂંટાતા રહ્યાં સૌના મનમાં અલૌકિક ભાવનાનો અનુભવ થયો. આમ, યાત્રા ચિરસ્મરણીય બની તેથી અહીં સહેજે ઉલ્લેખ થયો.
વિભાગ-૯
૨૫૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org