SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા છે તો ભક્તિ જરૂરી છે. વીતરાગની ભક્તિ વૈરાગ્ય પેદા કરે તો વિષય-કષાય મંદ પડે ને ! રોજના ગૃહસ્થ જીવનમાં હિંસાદિ, રાગાદિ, ઈર્ષા, નિદા જેવાં પાપો થાય છે ? “હા', તો પછી પાપરૂપી મલને દૂર કરવા પ્રતિક્રમણ જરૂરી ખરું કે નહિ ? પાપ કરતા રહો અને તેના પ્રતિક્રમણને બદલે કેવળ વાંચન કે ધ્યાન કેવી રીતે થાય ? શ્રીમદ્જીએ કહ્યું છે કે “સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ છે' મોક્ષમાળામાં, દિવસ-રાતના બંને પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે તે તેમની આજ્ઞારૂપ છે. વળી મોક્ષમાળામાં સામાયિકના ત્રણ પાઠો છે, વાંચ્યા છે ? નથી વાંચ્યા ને ? વાંચો, તો આ પ્રશ્નનું નિરાકરણ તમે સ્વયં કરી શકો. સમભાવરૂપી સ્વભાવમાં જવા આ સામાયિક છે, જે મોક્ષનું પ્રથમ ચરણ છે. શ્રીમદ્જીએ પાઠ-૩૪ વિગેરેમાં પ્રકાયું છે કે “આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગુદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક છે અને કર્મની બાહુલ્યતા છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશદ્ધ સામાયિક સાર્થક કરે છે.” હવે તમારે જ નિર્ણય કરવાનો છે. વિધિ માટે તમને જે સંસ્કાર હોય તે પ્રમાણે કરો. શ્વેતાંબરનો હોય તો તે વિધિથી કરો. સ્થાનકવાસી હોય તે વિધિથી, દિગંબર હોય તો તે વિધિ. એકે વાસી ન હોય તો (સુત્રો શીખો) ત્રણ નવકાર ગણીને ૪૮ મિનિટ સ્વસ્થ ચિત્તે બેસો. આસન રાખવું ખાસ જરૂરી છે. સામાયિકમાં નવકારમંત્ર ગણાય. શાસ્ત્રવાંચન થાય. સૂત્રો ગોખાય, ચિંતન થાય. પ્રમાદ ન કરવો અને સઉલ્લાસ કરવું. ચાલો આજથી જ નિયમને ! આનંદ હો, મંગળ હો. આમ એન્ટવર્પની યાત્રા પણ સાનંદ-સંપન્ન રહી. હવે આપણે અમેરિકાની સત્સંગયાત્રામાં મળશું. સામાયિક એ આત્મા જ છે. સામાયિકનો મર્મ સમભાવની મુખ્યતાનો છે. ચિત્તની રાગાદિ ભાવ રહિત સમ સ્થિતિ તે સામાયિક છે. તેમાં મધુરરસ, સમાનરસ અને દર્શનાદિ ત્રણે ભાવની પ્રચુરતા છે. વિધિ ફકત સ્થિરતા માટે. સમભાવ એ જ આત્માનું છૂપું અમૃત છે, જે જાણે છે તે માણે છે.” વિભાગ-૯ મારી મંગલયાત્રા ર૬ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy