________________
આઠ દસકાની વય પૂરી થવા છતાં રોજે ૨૦૨૫ કિલોમીટર પાદવિહાર કરે છે, તે ચાલે ત્યારે યુવાની કે વૃદ્ધતાનો ભેદ પરખાતો નહિ.
વળી છેલ્લાં આઠ વર્ષમાં તેઓ શંખેશ્વરથી છેક જેસલમેર, દિલ્હીથી છેક બદ્રીનાથ (હિમાલય), બનારસથી છેક સમેતશિખરજી, આમ ભારતની પ્રદક્ષિણાનો પાદવિહાર કરીને તે વિસ્તારમાં વિશાળ બુદ્ધિથી જનસંપર્ક કરી રહ્યા છે. સાથે ફરતું આગમ સંશોધન તો ખરું જ. આ પ્રદેશોમાં વિહાર કસોટીભર્યો હતો પરંતુ પોતાના સાથીઓ સાથે સહિષ્ણુ રહીને પ્રસન્નતાથી વિહાર થયો.
તેઓ સરળ ચિત્ત અને નિઃસ્પૃહ છે. જીવદયા પ્રત્યે અનુકંપાયુક્ત છે. જો અમદાવાદ આવે તો પરિચિતોને પોતે જ દર્શન આપે. (અર્થાત્ મળવા આવે). તેમાં પગલાં'ના આમંત્રણની રાહ ન જોતા. કોઈ સાથે ફંડફાળાનું કોઈ કાર્ય જ રાખતા નહિ. અન્ય બાહ્ય પ્રવૃત્તિમાં તેઓ ભાગ ન લેતા. અને તે વિષે ચર્ચાઓ કરતા નહિ.
આજે આઠ દસકા ઉપરાંત વય થવા છતાં એ જ ગતિએ કાર્યરત છે. જ્યારે જાવ ત્યારે પ્રસન્નતાથી સમય આપે. ટૂંકો અને મીઠો ઉપદેશ આપે. “તેઓ ક્રિયાકાંડ કરતાં “ગુણકાંડ' પર વિશેષ ભાર મૂકતા. ક્રિયા ગુણો તરફ જવા માટે છે; કે ક્રિયા એ કેવળ સંશોધન માટે છે, તે વાત આજે ભુલાઈ ગઈ. સૌ દોડવા લાગ્યા છે. ક્યાં જવું છે તે જાણતા નથી. ક્યાંય જવાનું નથી. જે કંઈ કરવાનું છે તે ગુણલક્ષી બની વીતરાગમાર્ગે જવાનું છે.”
છેલ્લાં દસ વર્ષમાં તેઓના બોધનો વિશેષ લાભ મળતો રહ્યો છે. વળી ભારતનાં ઘણાં સ્થળોનો પરિચય થવાથી હવે તેઓની લોકપ્રિયતા પ્રગટ થવાથી નાનાં ગામોમાં હોય તો પણ ત્યાં માનવમેળો જામે. સૌને આવકારે, બોધ આપે અને પુનઃ પોતાના કાર્યમાં ગોઠવાઈ જાય.
એક વાર નિવાસે પધાર્યા ત્યારે બોધ આપ્યો કે હવે સ્વાત્મા પ્રત્યે જવાનો સમય પાક્યો છે. તે માટે શાસ્ત્રબોધને ગ્રહણ કરો. તમે સ્વયં અભ્યાસ કરો; બાહ્યાંડબર ગૌણ કરી અત્યંતર શુદ્ધિની વિશેષતા કરો.
તે વખતે અમેરિકાના સત્સંગી મિત્રો આવ્યા હતા. તેમનો પરિચય કરાવ્યો. ત્યારે ખાસ કહ્યું કે તમારા જેવા આઠ-દસ જિજ્ઞાસુઓ મારો સ્થિર વાસ હોય ત્યાં આવો. તમને આ આગમનું માહાભ્ય અને અન્ય અભ્યાસ કરાવું.
વિભાગ-૧૦
૨૭૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org