________________
નહિ. જૈનસમાજના સાગણમાં શાસનસેવાના તેઓ મૂક સેવક રહ્યા છે. કોઈ બાહ્યાડંબર નહિ. કાર્યની પ્રસિદ્ધિ નહિ. વાજાં-વરઘોડા નહિ, તેઓ કહેતા : ““તેમાં ઘણો સમય જાય છે.” જોકે તેઓને લોકો કહેતા કે આ તો શાસનની સેવા છે, તે તો કરવી જોઈએ. ત્યારે કોઈ વાર કંઈક ભાગ લેતા.
ચૈત્યવંદન જેવી મુદ્રા એ તેમની લખવાની બેઠક. ઊભો પગ ડેસ્ક બનતું તેના પર ટેકો રાખી લેખન કરતી તેમની મુદ્રા વંદનીય લાગતી. કલાકો સુધી એ કાર્ય કરતા. પ્રશ્નોના ઉત્તર સમતાથી અને ટૂંકમાં આપતા. લાંબી વાતો કરતા તે ફક્ત તેમના લેખનના કાર્ય માટે કે વિદ્યાર્થીઓને શીખવવા માટે. તેમની પાસે જર્મનીથી વિદ્યાવ્યાસંગ માટે યુવાનો આવતા.
તેમને જૈનસંઘોએ આચાર્ય પદવી માટે વિનંતિ કરી હતી. પણ તેમણે જોયું કે એ પદવી લેવામાં આગમ-સંશોધનનું કાર્ય ગૌણ થશે. તેથી તેનો વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો, ત્યારે સંઘોએ પૂ. શ્રી આચાર્ય ભગવંત ભદ્રકરસૂરિજીની ઉપસ્થિતિમાં “આગમ સ્થવિરનું પદ આપ્યું હતું.” તેમનો શિષ્યગણ આ કાર્યમાં ઉપયોગી રહે તેટલો મર્યાદિત છે. તેમના સાનિધ્યમાં રહેતા સાધ્વીજનો પણ પ્રાકૃત જેવી ભાષાનાં શાસ્ત્રોના અભ્યાસી છે.
તાજેતરમાં તેઓશ્રીને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુવર્ણ ચંદ્રકની પદવી એનાયત કરવામાં આવી છે. છતાં તેઓ સદા એવા ક્ષેત્રથી નિઃસ્પૃહ રહ્યા છે.
ઘણાં વર્ષો પહેલાં ભરતભાઈ સાથે તેઓશ્રીનાં દર્શને જવાનું થયું હતું. તે પરિચયના આધારે શંખેશ્વર જ્યારે જવાનું થતું ત્યારે તેમનો લાભ મળતો. તેઓનાં મા-સાધ્વીમહારાજની વયવૃદ્ધતાને કારણે તેઓ પણ શંખેશ્વરનાં આજુબાજુનાં નાનાં ગામોમાં ચાતુર્માસ કરતા, જેથી આગમ-સંશોધનના કાર્યનું એકાંત મળી રહેતું. લગભગ ત્રીસ જેવાં વર્ષ સુધી તેઓ અમદાવાદ આવ્યા ન હતા. એક ચાતુર્માસ કરીને તારવણી કાઢી કે લોકસંપર્કમાં રહેવું હોય તો આ શહેરમાં રહેવું. અને જો આગમસંશોધનનું કાર્ય કરવું હોય તો નાનાં ગામોમાં સ્થિરવાસ કરવો. આથી વળી પાછા નાનાં ગામોમાં જ ચાતુર્માસ કરતા.
અપ્રમાદપણે કાર્યરત રહેવું. આહારદિમાં સંયમ, દર માસે અઠ્ઠમની આરાધના. પ્રભુભક્તિમાં પરાયણ, મહાન ચિંતક એવી આ વિભૂતિ આજે મારી મંગલયાત્રા
૨૭૩
વિભાગ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org