________________
આમ બાહ્યદષ્ટિથી જોતાં કર્મ કઠિન કે બળવાન લાગે છે. આત્મા નિર્બળ લાગે છે. પરંતુ તેને સ્વાભાવિક દૃષ્ટિથી જોવામાં આવે તો ધ્યાનજ્ઞાનાદિ વડે આત્મા જ તે કઠિન જણાતાં કર્મોને ક્ષણ માત્રમાં છિન્નભિન્ન કરી શકે છે.
અર્થાત્ આત્માની શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે અને અશુદ્ધ અવસ્થા તે સંસાર છે.
અશુદ્ધ અવસ્થામાં બે દોષો થયા કરે છે. એક તો પોતાને યોગ્ય ભૂમિકામાં શુભ ક્રિયામાં આળસ, અને અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ. બીજું આત્મસ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મપણાનો ભ્રમ.
છદ્મસ્થ જીવોમાં આ બે દોષરહિત કોઈક જ હશે તેથી જ્યારે તત્ત્વજ્ઞાનની વાત સાંભળે છે ત્યારે ક્રિયામાં પ્રમાદ સેવે છે. અને ક્રિયાનો મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાનમાં પ્રમાદ સેવે છે. વાસ્તવમાં સાચું જ્ઞાન અને સાચી ક્રિયા અન્યોન્ય પૂરક છે. જળ અને રસની જેમ પરસ્પર સંયોગવાળા છે. વિશેષ રુચિવાળાએ તે ગ્રંથનો અભ્યાસ કરવો. પૂ. આગમવેત્તા-સ્થવિર જંબૂવિજયજી વિષે મિતાક્ષરી પરિચય :
પૂ. જંબૂવિજયજીનો પરિચય લગભગ વીસેક વરસથી થયો હતો. જોકે વારંવાર દર્શનનો લાભ લઈ શકી નથી. તેઓ ગુજરાતના વિરમગામ તાલુકાના માંડલ ગામના વતની. માતા-પિતા સાથે અમદાવાદ આવી વસ્યા. પરંતુ માતા-પિતા સાથે ચૌદ વર્ષની વયે સંસારત્યાગ કર્યો. પવિત્ર સાધુપણાની ધૂણી ધખાવી. સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસ તે તેમને માટે હવાપાણી-આહારથી પણ વિશેષ છે.
પૂ. જંબૂવિજયજીનો પરિચય શું આપીએ? સ્વાધ્યાયરત, આગમપ્રાજ્ઞ, શ્રુતસ્થવિર ભક્તિયોગી, દાર્શનિકની વિરલ પ્રતિભા.
સવિશેષ આગમ-સંશોધનના પ્રાણ સમા, ગુરુવચન તહત્તિ અને આગમનું સંપાદન એ તેમની સાધના બની. વિહાર હોય કે સ્થિરવાસ હોય તેમની આગમસેવા પ્રભુવાણીની સેવાનું કાર્ય વણથંભ્ય થયા જ
કરે.
જિનશાસન સેવાનાં આવાં રત્નોના સમાગમમાં આપણે કાંકરા જેવા હોઈએ તો પણ આપણું કલ્યાણ થાય.
લગભગ આઠ ભાષાઓનું જેઓ જ્ઞાન ધરાવે છે, તે પણ લોકોત્તરમાર્ગની ઉપયોગિતાથી સભર રાખ્યું છે. તે સિવાય અન્ય પ્રયોજન
વિભાગ-૧)
૨૭ર
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org