________________
તે સમયે મારી ભૂમિકા પ્રમાણે મને તેમના સમાગમમાં અંતરંગ જીવનમાં શાંતિનો, જાગૃતિનો, નિર્ભયતા જેવા ગુણવિકાસનો લાભ મળ્યો તે માટે ઋણી છું. તેઓ પણ મિત્રો મળે ત્યારે મારી સંભાળ પૂછે છે.
તેઓનો સંપર્ક છૂટ્યા પછી તે ક્ષેત્રે શ્રી કલ્યાણભાઈ વિગેરે સત્સંગી મિત્રોનો સંપર્ક પણ અતિ અલ્પ થઈ ગયો.
મિત્રો ! જ્ઞાનીઓ કહે છે કે જે કંઈ થાય છે તે ઠીક માનવું, સ્વીકારવું. મારા માટે લગભગ આવું બન્યું છે. આગળના વિકાસ માટે મને કોઈ ગૂઢ રહસ્ય ધક્કો મારી આગળ ધપાવે છે.
પૂ. દીદીનો સંપર્ક મૂક્યા પછી આ જીવને કંઈક ઊણપ તો લાગી, કે હવે આગળ કોનો સાથ લઈ આ ગૂઢ માર્ગનું જોડાણ કરવું ? પછી શું બન્યું તે હવે જોઈશું. પૂ. દીદીની હિતશિક્ષા :
“પ્રતિકૂળ જેવા વિષય પ્રસંગે પ્રસન્ન રહેવાની મૂડીને આત્મસાત્ કરવાનું સાહસ વિરલ જીવો કરી શકે ખરા. તેમને સંસારના ઠંદ્રનો વાસ્તવિક ખ્યાલ હોય છે. ધાર્યું કંઈ પણ થાય કે ન થાય, અણધાર્યું ઘણું બની જાય છે. આવો સંસાર છે, તેનો બોધ પ્રાપ્ત થયો હોય તો વિષમતાઓ પચાવી શકાય છે. જન્મ સાથે નિશ્ચિત થયેલા પ્રારબ્ધને ફેરવવાનું નથી. પ્રતિક્રિયા કરવાની નથી. કેવળ સાક્ષી બનવું તે પરમજ્ઞાનીઓનો માર્ગ છે. તે માર્ગે ચાલવાનું છે.”
એક પ્રસંગનું સ્મરણ જેનું વિરલ વ્યક્તિત્વ હતું તે પૂ. ગંગેશ્વરાનંદજીનો આબૂમાં નિવાસ હતો. ત્રણ વર્ષની વયે ચક્ષુનું તેજ હરાઈ ગયું. પૂ. પંડિતજીની જેમ તેઓ બનારસ અભ્યાસ કરવા ગયા. વેદાંતના પ્રકાંડ પંડિત તરીકે તેમની પ્રતિભા હતી. પૂરા છ ફૂટની કાયા, ૯૫ જેવા વર્ષે પણ નખી તળાવનો એકાદ ફેરો કરે. પ્રસન્નમુદ્રા, વાત્સલ્યપૂર્ણ મધુર વાણી. જયારે જાવ ત્યારે શાંત ચિત્તે અંતરમાં સ્થિર થઈને બેઠેલા જોવા મળે, ત્યારે તેમનામાં યોગાત્વના દર્શન થાય.
કોઈવાર પૂ.દીદી તેમની પાસે તેમની સુખાકારીની પૃચ્છા માટે મોકલે. તેમની સામે જઈને અંતરમાં આદરભાવ સહેજે આવે. હું સુનંદા છું, વંદન કરું છું, વિમલાજીએ આપને વંદન કહ્યા છે, સુખાકારી પૂછી છે.
તરતજ સસ્મિત જવાબ આપે. વિમલાજી કો નમસ્કાર કહના, મેં ઠીક હું, વિમલાજી ઠીક હૈ ? તુ ભાગ્યશાલી હૈ, વિમલાજી કે પાસ રહતી હૈ. આજે પણ તેઓની આ મુદ્રા સ્મૃતિપટ પર અંકિત છે. વિભાગ-૮
૨૦૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org