SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ | એપ્રિલની ૨૧મીએ અણધારી દુર્ઘટના મોટર-અકસ્માતથી ગંભીર બીમારી (૨૦૦૫) : ૨૦૦પમાં અમેરિકાની સત્સંગયાત્રાનો પૂરો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો, કારણ કે છ માસ પહેલાં કેન્દ્રોને જણાવવું જરૂરી હોય છે, જેથી તેઓ અન્ય કાર્યક્રમો ગોઠવી શકે. અમેરિકાના સત્સંગી મિત્રોનો સાથ, સહવાસ, સત્સંગપ્રેમ અને સદ્ભાવનાઓ મને ત્યાં જવા પ્રેરે છે. છતાં સહેજે કહેલું કે ૨૦૦૫નો પ્રવાસ મારો આખરી છે. કારણ કે ત્યારે મને ચોર્યાશીમું વર્ષ ચાલતું હશે એટલે ચોર્યાશીના ચક્કર પૂરા કરવા છે તેમ આ કાર્યક્રમ પણ પૂરો કરવો એમ લાગે છે. ૨૦૦૫ના જુલાઈમાં લગભગ જવાનું હતું. એપ્રિલ ૨૧મીએ નાકોડાજી દર્શન કરવા નીકળ્યાં હતાં. ત્યાં ડીસા ચોકડી પાસે ટ્રેક્ટર સાથે કારનો અકસ્માત થયો. અમે ચાર સત્સંગીઓ હતાં. હું ડ્રાઈવરની સીટની પાછળ બેઠી હતી. ટ્રેક્ટર સાથે ગાડી અથડાઈ જતાં, તેના આંચકાથી ડ્રાઇવરની સીટ ક્લીપમાંથી નીકળી ગઈ, પેલી સીટ મારા પર આવી ગઈ. મારી સ્પાઈનલના ઉપરના પ્રથમ બે મણકાને ફેંક્યર થયું, માથામાં મોટો જખમ થયો, પગના ઢીંચણમાં ફક્સર થયું. કાનમાં થોડી ઈજા થઈ. અન્ય ત્રણને સામાન્ય માર વાગ્યો હતો. સદૂભા ડ્રાઇવર તદન સાજો હતો. ડીસાની હૉસ્પિટલમાં સામાન્ય સારવાર લઈ માથામાં ટાંકા લેવરાવી અમે સૌ એબ્યુલન્સ કારમાં અમદાવાદ આવ્યાં. સવારે પાંચ વાગે નીકળ્યાં હતાં. આઠ વાગે અકસ્માત થયો અને અમે લગભગ ૧ વાગે અમદાવાદ આવ્યાં. પરિવારને ખબર આપી, અતુલે ડૉ. સુરુભાઈની સાથે રહી ઘણી વ્યવસ્થા કરી હતી. મને સીધી હૉસ્પિટલમાં લઈ ગયા. મણકાની ઈજાને લીધે અતુલ વગેરે સૌ ચિંતિત હતાં. પરંતુ તે ઈજા ત્યાં જ અટકી ગઈ એટલે મને લકવા જેવી અસર પહોંચી ન હતી. વળી દેવગુરુકૃપાએ અહંમ નમઃ જાપના અનુસંધાને મને આકુળતા ન હતી. સભાન હતી અને સમતા હતી. (સાથેના મિત્રો કહેતા.) પૂરા બે માસની પથારીનો સંગ : માનસિક નબળાઈ, તપભંગનો દોષ : તે દિવસમાં આયંબિલની ઓળી હતી, આસો સુદ ૧૨ હતી, સાતમું આયંબિલ હતું. સાંજે કોઈ દવા સાથે દૂધ લેવું જરૂરી હતું, જો કે મને એ મારી મંગલયાત્રા ૩૪૭ વિભાગ-૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy