________________
યુવાનને માતાપિતાની રજા લેવાની જરૂર ન લાગી. તેણે ચંપાની મા પાસે ચંપાના હાથની માંગણી કરી. પતિ બીજી પત્ની કરે તે કોઈ પણ સ્ત્રીને ન ગમે પણ તે સમયે પુરુષની એ સ્વાધીનતા (સમાજે આપેલી ?) સ્ત્રી સ્વીકારી લેતી. સામાજિક કે નૈતિક રીતે એક પત્નીવ્રતનો વિશેષ પ્રભાવ ત્યારે ન હતો, સવિશેષ પુરુષને જવલ્લે લાગતું કે બહુપત્નીત્વ ખોટું છે.
યુવાને ચંપાના હાથની માંગણી કરી, ત્યારે તેની માએ પ્રથમ વિચાર કર્યો કે પોતાની લાડકી દીકરીને સપત્ની થવું પડશે. પરંતુ એ કાળે એ ઘણું મહત્ત્વનું મનાતું નહિ. એટલે વધુ ટકા લાભ એ બાજુ ગયા કે પુરુષ યુવાન છે, રૂપાળો છે, કુટુંબ ખાનદાન છે, ગર્ભશ્રીમંત છે, ચાહીને કન્યાને પ્રેમપૂર્વક સ્વીકા૨વા આવ્યો છે. (Love Marriage) માએ આમ વિચાર્યું, ભાઈઓને પણ બધું યોગ્ય લાગ્યું. અને એ યુવાને ઘરમાં જ ચાર લોટાની લગ્નચોરી કરી જોષી સમક્ષ કન્યાનું પાણિગ્રહણ કર્યું. તે કાળે કન્યાને કંઈ વિશેષ વિચારવાનું રહેતું નહિ. માતા-પિતા દોરે તેમ દોરાય. તેમ ચંપાનાં લગ્ન થયાં.
રાત્રે યુવાન નવી પત્ની સાથે ઘરે આવ્યો. યોગાનુયોગ જૂની પત્ની પિયર ગઈ હતી. ઘરમાં માતાપિતા હતાં. માને કહે કન્યા પરણી લાવ્યો છું. ઘડીભર માને વિકલ્પ થયો હશે પરંતુ એ કાળે આવા પ્રકારો કેવળ અજુગતા ગણાતા ન હતા. જોકે પ્રથમ વારની પત્નીને દુઃખ લાગે તે પણ સ્વાભાવિક હતું. માતાપિતાને આંચકો લાગ્યો પણ યુવાનની તેજસ્વિતા પાસે તેમણે નમતું જોખ્યું.
પુરાણ કાળમાં, મધ્યકાળમાં કે વર્તમાનમાં સ્ત્રી-જીવન ક્ષેત્રે કેટલાક પ્રશ્નો જટિલ રહ્યા છે. કોઈ વાર લાગે કે કેટલાક પ્રશ્નો ઊકલ્યા છે પણ પ્રાયે એ ભ્રમ બને છે. જમીનમાં સૂકાયેલી વનસ્પતિ જળનું સિંચન થતાં જેમ ફૂટી નીકળે છે તેમ આવા પ્રશ્નો અન્ય રીતે ઉદ્ભવતા જ રહે છે. એ કાળે પત્નીને સંતાનપ્રાપ્તિ ન થાય તો પુરુષોનો દોષ કે ખામી નહિ, પરંતુ સ્ત્રીની ખામી ગણાતી અને એ કારણે પતિ બીજી-ત્રીજી પત્ની કરતો. ખેર !
પછી બન્યું એવું કે પ્રથમ પત્નીને માટે ઘ૨માં કોઈ સ્થાન નથી રહ્યું તેમ માની, માતાપિતા સંપન્ન હતાં તેથી પુત્રીને પોતાને ત્યાં રાખી લીધી. વળી એ કાળે બે-ત્રણ માતાનાં સંતાનો સુખેદુઃખે સાથે રહેતાં વિભાગ-૨
૨૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org