________________
એટલે પ્રથમ પત્નીના પુત્રને સારું શિક્ષણ મળે તેવા વિચારથી ઉદારદિલ ચંપાબાએ તેને પુત્રવત્ સ્વીકારી લીધો અને પોતાની સાથે રાખ્યો. તે કાળ પ્રમાણે સારું શિક્ષણ મળ્યું. કામધંધે લાગ્યો અને સુંદર કન્યા સાથે વિવાહ થયા. બાપુજી પણ તે રમણભાઈને પ્રેમથી રાખતા. વ્યાપારધંધામાં પણ સાથે લઈ તેનું ધ્યાન રાખતા. માતાપિતા તથા પારિવારિક પરિચય-જન્મ :
આ યુવાનનું નામ નકરચંદ એ મારા પિતા અને ચંપા એ મારી માતા. સમાજની અને વડીલોની દષ્ટિએ ચંપા સુખી થઈ, અને સાંસારિક રીતે એમ જ હતું. યુવાની, ધન, સંપત્તિ, શરીરસૌષ્ઠવ, કુશળતા આમ સાંસારિક જીવન સુખેથી જીવવાનો પુણ્યયોગ હતો. ચંપાની હાજરીમાં, ચંપાની જીવનશૈલીમાં નકરચંદ પોતાને ખૂબ સુખી માનતા. દિવસ અને રાતના ભેદ વગર બંને સુખચેનમાં જીવતાં હતાં. વળી સ્વતંત્ર ઘર વસાવી કુટુંબથી જુદા રહેવા લાગ્યાં. વેપારધંધામાં ચઢતી હતી.
સાંસારિક સુખના સંયોગે ચંપાબાને પ્રથમ સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ, તેનું નામ સુભદ્રા. એ કાળે વિજ્ઞાનનો વિકાસ કે રકાસ આજના જેટલો ફાલ્યો ન હતો. રકાસ એટલે સંતાન ન જોઈએ તો તેમાં ખાસ કરીને તો મા પોતાના જ વિચારથી ગર્ભમાં આવેલી પુત્રીનો નિર્દયતાથી નિકાલ કરી દે. કથંચિત વિકાસ એ અર્થમાં કે સંયમ રહિત પણ સંતાનપ્રાપ્તિ અટકાવી શકાય. ટૂંકમાં એ કાળે કોઈ વાર વર્ષે, સવા વર્ષે કે દોઢ વર્ષે કે અલ્પાધિક સમયે સંતાનપ્રાપ્તિ થતી એ કાંઈ નિવારી શકાય તેવું ભાગ્યે જ બનતું.
આમ ચંપાબાને બીજા દોઢ વર્ષે વળી સંતાનપ્રાપ્તિ થઈ પણ તે બાળક અવસાન પામ્યું. બાળમૃત્યુનો આંક ત્યારે ઊંચો હતો. ખેર, ત્યાર પછી વળી એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ મનુ. ચોથા ક્રમમાં જન્મેલી પુત્રીનું નામ સરસ્વતી હતું, જે પાછળથી સુનંદા થયું. જેના જીવનની સંસારયાત્રા અત્રે વર્ણવવામાં આવી છે.
નામ બદલવાનું કારણ ખબર નથી. બહેનને પૂછતી કે મને દેવલોકમાંથી કોણે આ ધરતીને સોંપી, જે હોય તે સરસ્વતી અને સુનંદા બંને દેવલોકમાં છે ! ભવિષ્યમાં મોક્ષે ! સરસ્વતીનું સ્થાન જ્ઞાનવિદ્યાની દેવી તરીકે છે. સુનંદા પ્રથમ તીર્થકર ઋષભદેવનાં પત્ની હતાં. તે દેવલોકમાં છે. તે આધારે આ ઉલ્લેખ છે.
મારી મંગલયાત્રા
૨૯
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org