SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યાવસ્થા-શિશુવય :બાળપણનું અલ્પકાલીન ગળપણ, અને સગપણ જન્મ ઈ.સ. ૧૯રર નવેમ્બર, તારીખ ત્રેવીસ, વિ.સં. ૧૯૭૯ કાર્તકી પૂનમ. આમ અમે ત્રણ ભાઈબહેન માતાપિતાના ખૂબ વાત્સલ્યમાં, તથા માતાપિતાની સ્થિતિ સંપન્ન હતી એટલે સુખમાં ઊછરતાં હતાં. માતા ઘરના વૈભવથી ગુણમય કુશળતાથી કુટુંબમાં પણ પ્રિયતા પામ્યા હતા. પિતા વ્યાપારધંધામાં પ્રતિષ્ઠા પામ્યા હતા. સુનંદાની વય ચાર વર્ષની હતી. કાંઈ સુંદરતા પણ ખરી, બાળવયમાં પણ હાલ આવે એવી ચપળતા. આવા કારણે એક સંપન્ન કુટુંબના વડીલોને કન્યા તરીકે ગમી ગઈ. અને તેમના પુત્ર જગતચંદ્ર સાથે ચંપાબાની હાજરીમાં બાળવિવાહ થયા. આ પ્રસંગ બંને કુટુંબ માટે સુખપ્રદ હતો. ત્યારે સાસરે લક્ષ્મીબા (નવીબા) આવી ગયાં હતાં. જોકે બાળકો-જે વરવહુ હતા તેમને આમાં કાંઈ વિશેષ જાણવાનું ન હતું. અને તેનું ભાન પણ ન હતું. ભાઈ ચાર વર્ષનો, હું લગભગ બે વર્ષની. સવારે બાપુજી ભાઈને ખોળામાં બેસાડીને નવરાવે, મને થાય કે હું પણ બાપુજીના ખોળામાં કેમ ન નહાઉં ? બા કહે તને હું નવરાવીશ. પણ હું તો કપડાં સાથે જ બાપુજીના ખોળામાં જગા કરી લઉં. બાપુજી બંનેને પ્રેમથી નવરાવે. આવું જ બનતું બાપુજી જમવા આવે ત્યારે. ત્રણ બહેનો વચ્ચે જન્મેલો ભાઈ, તે સમયે દીકરાનું માહાસ્ય વધુ હતું ને? (આજે પણ છે તો ખરું) બાને એમ થતું કે ભાઈ ભલે બાપુજીની સાથે જમે, અને મને રમવા મોકલે. પણ હું કંઈ માનું નહિ, પાછી આવી જાઉં. બાપુજી કહેતા ભલે સાથે બેસે. બાપુજી જમતા જાય અમને જમાડતા જાય. સંસારમાં માતાપિતાનું વાત્સલ્ય જ એવું હોય છે કે તેઓ પોતાની જરૂરિયાતોને ગૌણ કરે અને સંતાનોને માટે બધું જ કરી છૂટે. ત્યારે તેમને કોઈ વિકલ્પ હોતો નથી કે આ સંતાનો અમને સુખ આપશે કે નહિ ! આવા જ કારણથી જગત પર જન્મ લેતું બાળક આંખ ઉઘાડે અને માના હાથ અને ખોળા દ્વારા વાત્સલ્ય પામીને રક્ષિત રહે છે. માતાપિતા ઠપકો આપે, સમય આવે ધોલ-ધપાટ કરે કે પોલીસની બીક બતાવે સર્વ કારણોની પાછળ તેમનો વેરભાવ નથી હોતો પરંતુ 30 મારી મંગલયાત્રા વિભાગ-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy