________________
સંતાનોને સંસ્કારી બનાવવાની ભાવના હોય છે. ક્યારેક પ્રકૃતિ હોય છે, અને તે સમયે સંતાનોની લંગાર લાગી હોય છે એટલે ધીરજ પણ ખૂટે છે. છતાં એક હાથે ધોલ મારે ને બીજે હાથે પંપાળે એવું માતાપિતાનું વાત્સલ્ય હોય જ છે. મારી મોટી બહેને જે જે કહેલું તેનું કંઈક અહીંયાં અવતરણ કર્યું છે.
બીજી બાજુ વાસ્તવિકતા વિચારીએ તો કોઈક જ પુણ્યશાળી માતાપિતા વૃદ્ધાવસ્થામાં સંતાનોથી યોગ્ય સેવા પામે છે. ભલે કાળ દુષમ કહ્યો પણ કેવળ એ જ કારણ નથી. પરંતુ સ્વાર્થવૃત્તિ વધુ પ્રબળ હોય છે, એટલે માતાપિતાના વાત્સલ્યનું ઋણ અદા કરવાનું પુણ્ય ભાગ્યે જ હોય છે. વિષમ કાળના પ્રવાહનો ઝપાટો, યમરાજનું એક અડપલું ! :
એ કાળ કયા ખૂણે ભરાઈ બેઠો હશે કે એકાએક વિષમ વાવાઝોડાની જેમ ફૂંકાઈને તેણે એ ઝપાટો-સપાટો એવો લગાવ્યો કે આ કુટુંબના સુખના દિવસો સ્વપ્નવત્ બની ગયા. એ હતું ચંપાબાનું અકાળે મૃત્યુ. ચંપાબાની ઉંમર લગભગ ત્રીસ વર્ષ ભરયુવાની હતી. પાંચમા સંતાનની પ્રસૂતિનો સમય હતો. પાંચમું સંતાન પુત્રી જન્મી. પણ છઠ્ઠા દિવસે માને પ્રસૂતિ સમયની કોઈ ક્ષતિ થઈ. તે કાળે આ રીતે પ્રસૂતિમાં સ્ત્રીઓ ચેપી-ઝેરી તત્ત્વનો (સેપ્ટિક) ભોગ બનતી અને મરણને શરણ થતી. કોણ જાણે કેટલાંય બાળકો માં વિહોણાં થતાં.
પ્રસૂતિના છà દિવસે ચંપાબાના શરીરમાં ઝેરી તત્ત્વ વ્યાપી ગયું. કાંઈ ઉપાય કામ ન લાગ્યો. લવારની પોળમાં મોસાળના ઘરમાં માની મરણપથારીએ ઘડીઓ ગણાતી હતી. એ દિવસે સવારથી બધું સૂમસામ છતાં સગાંઓની ભીડ હતી. મોટી બહેન શૂન્યમનસ્ક થઈ મોસાળના ઘરને ઓટલે બેઠી હતી. અમે બે ભાઈ-બહેન ત્યાં નાના ચોકમાં રમતાં હતા. મોટી બહેન ઘડીકમાં રડતી, અમે પાસે જઈએ એટલે છાની રહેતી. પૂછીએ ત્યારે કહેતી બા માંદી છે. વળી અમે રમતમાં લાગી જતા. વળી પડોશીના ઘરમાં કોઈ લઈ જતા, કંઈ ખાવાપીવાની વ્યવસ્થા થતી. માતાની ચિર વિદાય :
છપ્પનિયો દુકાળ સેંકડો માનવીઓનો ભોગ લઈને તે કાળે ધરાયો નહિ હોય કે શું ? તેની ક્ષુધા અધૂરી હશે કે શું ? તીવ્ર બનીને એ નિર્દય મારી મંગલયાત્રા
૩૧
વિભાગ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org