________________
તા. ૮-પ-૦૬ પ્રિય સુનંદાબહેન
આજે શ્રી કલ્યાણભાઈ પાસેથી તમોને થયેલ મોટર એકસીડેંટની વાત જાણવા મળી. દુઃખ થયું. પણ તમો જીવિત ઘેર પહોંચ્યા એની ખુશી થઈ. યોગ્ય સારવાર ચાલતી હશે. આશા કરું છું કે શસ્ત્રક્રિયા કરાવવી નહિ પડે.
સ્વસ્થ ચિત્તે જીવવાનો અભ્યાસ છે એટલે તમોને જોઈને સ્વજનોને ધરપત મળતી હશે.
- દીદીના સ્નેહભય વિમલઆશિષ. VIMALA THAKAR Shiv Kuti, Mount Abu, Rajasthan-307 501. Phone : 02974-238434 Fax : 02974-238596 E-mail : shivkuti @sanchamet.in
તા. ૧૬-૫-૨૦૦૫ પ્રિય સુનંદાબેન
ગઈ કાલે ફોન પર તમારા સ્વસ્થ આવાજમાં, સ્વસ્થ ચિત્તે કરેલી સુંદર વાતો સાંભળીને અનહદ આનંદ થયો. પરસ્પર સહવાસમાં ગાળેલા સમયના સુખદ સ્મરણો તાજા થયા. બેન, તમે જિનના ““મૂળ મારગના પથિક “ “ભગવંત ભજીને ભવ અન્ત” સાધનારા સમર્થ સાધક રહ્યા છો. દેશ-વિદેશમાં પ્રવાસ કરીને અનેક ભવ્ય જીવોને જૈન દર્શનનું સાર તત્ત્વ સમજાવનારા શિક્ષક રહ્યા છો. !
શારીરિક વેદનાને મધ્યસ્થ ભાવે જીવવાની-જીરવવાની શક્તિ ધરાવો છો ! તમારું શરીર વેદનામુક્ત થાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.
જે સ્વજનો અત્યારે તમારી સેવા સુશ્રુષા કરી રહ્યા છો તેમને માટે તમારૂં સાન્નિધ્ય અને સત્સંગ એક અણમોલ લ્હાવો ગણાય.
- પ્રગાઢ સ્નેહસાથે વિમલ આશિષ. શિ
Cછે
મારી મંગલયાત્રા Jain Education International
For Privateersonal Use Only
વિભાગ
ઇrary.org