________________
લેન્સડેલ ક્લીવલેન્ડ ડલાસ-તુલસા
અગસ્ટ્રા એડીસન પીસબર્ગ ઓરલાન્ડો
બોસ્ટન સમર્પણ કોલંબસ મયામી
ઈન્ડિયાના કોઈ વાર બે-ત્રણ સ્થળ મુલતવી રખાતાં. તો પછીના વર્ષે ફેરફાર કરીને ગોઠવાતાં. આ ઉપરાંત તેની નજીકનાં સ્થળોએ નાના કેન્દ્રમાં રવિવાર પૂરતું જવાનું રહેતું. સ્થળ અને અનુકૂળતા પ્રમાણે દિવસો નક્કી થતા. આ સ્થળોમાં ત્રણેક કલાકની મુસાફરી હોય તો કારમાં થતી. અર્થે રસ્તે મળતા એટલે કોઈને વધુ પડતો શ્રમ ન થતો. રસ્તા ખૂબ સારા એટલે મને પણ સ્કૂર્તિ રહેતી. કોઈ વાર સીધા જ સ્વાધ્યાયમાં જવાનું થતું. તે છતાં શ્રમ ન લાગતો. શાસ્ત્રાભ્યાસ, વ્રતનિયમ, તપ વિગેરે આત્મિક અભિગમ :
આ વર્ષોમાં લગભગ નીચે પ્રમાણેનાં શાસ્ત્રો પૈકી અમુક ભાગનો સમયની મર્યાદામાં રહીને સ્વાધ્યાય થતો. વળી ત્રણે ફિરકાના જિજ્ઞાસુઓને અનુરૂપ ગોઠવાતું. જોકે મુખ્યત્વે પદ્ધતિ શ્વેતાંબરીય રહેતી. દેરાસરમાં મૂર્તિ લગભગ બંને આમ્નાયને અનુસરીને રાખવામાં આવતી.
હું ખાસ કરીને પ્રારંભમાં નવકારમંત્ર અને સામાયિકની પદ્ધતિ દર્શાવતી. તેને કારણે મહદ્ અંશે જનસમૂહમાં નવકારમંત્ર-માળાની નિયમિતતા આવતી ગઈ. સાથે ઘણા જિજ્ઞાસુઓ સમયની અનુકૂળતા પ્રમાણે સામાયિક કરતા થયા છે જેને કારણે શાસ્ત્રવાંચન થઈ શકે છે. ચિત્તને શાંતિ પ્રદાન થાય છે. જ્ઞાનઆરાધનાની રૂચિ કેળવાતી જાય છે.
શાસ્ત્રવાંચન પહેલાં દરેક સ્થળે નવતત્ત્વનો અભ્યાસ કરાવતી હતી. શાસ્ત્રવાંચનમાં શાંતસુધારસ, ગુણ પાંત્રીસી, બારભાવના, પ્રશમરતિ, હારિભદ્રી યોગદર્શન, સમ્યગુદર્શન, આત્મવિશુદ્ધિ, શ્રાવકાચાર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, સૈકાળિક આત્મવિજ્ઞાન. આત્મોત્થાનનો પાયો મોટો ગ્રંથ હોવાથી ત્રણેક વર્ષ વાંચન થયું. ઉત્તરાધ્યયન ફક્ત ગુજરાતી લેખન, હૃદયપ્રદીપ છત્રીસી, યોગદષ્ટિ સમુચ્ચય (નાનું).
વળી કથાઓમાં શાલિભદ્ર, સમરાદિત્યચરિત્ર, સ્થૂલિભદ્ર, સુદર્શન શેઠ, ભીમસેન કથા, પુણિયાશ્રાવક, જંબૂકમાર, રોહણીયો, શ્રેણિક રાજા. સુલસા, ચંદનબાળા, અંજના, સુભદ્રા, ઋષિદત્તા, મયણા સુંદરી જેવી સતીઓનાં જીવનરહસ્યો સમજાવતી. જેનો જીવન સાથે કેવો મેળ છે તેમાંથી શું બોધ ગ્રહણ કરવો, તેના વિચાર કરતા તેમાં સ્વ-પર શ્રેય સધાતું. કથાઓથી શ્રોતાઓને ઘણું જાણવાનું મળતું. મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org