________________
તેમના પુણ્યયોગે સૌ સંપન્ન છે, શારદાબા આ બધું જોઈને ગયાં. જેવા ભાવિભાવ. બહેન-સુભદ્રાબહેન :
તેમની સ્થિતિમાં પણ કોઈ સુધારો નહિ. તેમના પતિને એક જગાએ કામે મૂકયા પણ વક્રતાને કારણે ટકી ન શક્યા. ધંધા માટે રકમ આપી તે મૂળમાંથી ગઈ. બહેનને બીજો કોઈ આધાર જ ન હતો. શિક્ષણ, અનાજ, વસ્ત્રો, બધું જ પૂરું કરવું પડતું. હું પણ કયારે વિચારતી કે આવું ક્યાં સુધી ચલાવવું. બહેન સમતાવાળાં હતાં પણ તે શું ઈલાજ કરે ! હજી સંતાનપ્રાપ્તિ ચાલુ હતી. સાત સંતાનો થયાં પછી માની ગયાં અને કુટુંબનિયોજનનો ઉપાય કર્યો.
આમ છતાં કોઈ વાર સાંજની આહારની સામગ્રી ન હોય ત્યારે મારી પાસે આવતાં. થોડી વાર વાતો કરે. મને તાપમાં ગામડે બહાર જતી જોઈને ચિંતા કરે. છેવટે જતી વખતે કહે શેર-બે શેર લોટ હોય તો આપ, ઘરમાં કંઈ નથી, લોટનું ખીચું કરીને છોકરાઓને જમાડી શકું. અમે બંને દુઃખી થતાં, વળી જરૂરી ચીજો આપી દેતી. બીજી વ્યવસ્થા પણ કરતી. આમ કરતાં તેમની મોટી દીકરી મંદાને ભણાવીને તૈયાર કરી. મારી સંસ્થામાં નોકરી એ રાખી. તે વખતે ૧૨૫ રૂ. પગાર હતો. તેમાં થોડી મદદ કરીને પૂરું થતું. વળી પછી દીકરાને કામે મૂક્યો. તે તો પાછો આવ્યો જ નહિ, કંઈ આડે ચઢી ગયો.
ત્યાર પછી દીકરીઓ ભણતી ગઈ તેમ કામે લાગતી ગઈ. વળી બનેવીને ગાંધીનિધિમાંથી જેલનિવાસ કરેલો એટલે કંઈક મળતું અને રોજનું જીવન સ્વસ્થતાથી નભતું હતું. હવે એ ઓરડામાં સાત સંતાનો અને પોતે બે-નવ વ્યક્તિઓ સૂએ કેવી રીતે ?
- હવે બે-ત્રણ દીકરીઓ કમાતી હતી, એટલે બહાર સોસાયટીમાં એક ફલેટ લઈ આપ્યો. દર માસે હતા તેમને ભરવાના હતા. આમ રોજિંદુ જીવન થાળે પડ્યું. સંસારમાં કશું થાળે કે માળે ચઢતું નથી. તેમ બહેન દાદરેથી પડી ગયાં, પગે ફ્રેક્ટર થયું. ફલૅટ થયો, રોજિંદા જીવનની ચિંતા ટળી ત્યારે ખાટલાવશ, તેમ સત્તર વર્ષ ગયાં, જોકે સમતાવાળા હતાં. એટલે ટકી ગયાં વળી દીકરીઓએ સેવાચાકરીમાં જરાપણ કચાશ રાખી નહિ. આમ ચોર્યાશી વર્ષની વયે તેઓ ચિરવિદાય થયાં. જોકે મારી મંગલયાત્રા
૧૩૩
વિભાગ-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org