________________
માસમાં એકાએક હાર્ટ એટેકથી બાય-પાસ સર્જરી થતાં થતાં જ તેઓ પાર્થિવ દેહત્યાગ કરી ગયા.
જીવન દરમ્યાન ઘણી સુવાસ મૂકતા ગયા છે. તેમની ચિરવિદાય પછી હવે આફ્રિકાના દેશોમાં જવાનું બનતું નથી. વળી વચમાં ૧૯૮૭ની આફ્રિકાના સુદાનની સત્સંગયાત્રા કરી લઈએ. આફ્રિકાના સુદાનની સત્સંગયાત્રામાં એક કટોકટી :
વળી ૧૯૮૭માં આફ્રિકાના સુદાનના મુમુક્ષુઓનું, કોબા આશ્રમમાં આમંત્રણ આવ્યું. પૂ. સાહેબજીને અનુકૂળ ન હતું. તેઓની સૂચના મુજબ મારી સત્સંગયાત્રાનું આયોજન થયું. સુદાન, દશાલા વિગેરે સ્થળોએ જવાનું હતું. આ દેશ હજી ઘણો પછાત છે. આ બધાં સ્થળો એટલે અમદાવાદના માંડલ-દહેગામ જેવાં ગામો. હજી કોઈ જગ્યાએ ફલશનાં ટોયલેટ પણ ન હતાં. પ્રજામાં ગરીબાઈ ખરી. ભારતવાસીઓ પરિશ્રમ કરી સારી સ્થિતિમાં રહેતા. ત્યાં એક માસ રોકાઈ. સત્સંગીઓએ સારો લાભ લીધો.
મને ત્યાં એક તકલીફ થઈ. થોડા દિવસ પછી ખોરાક લેવો ન ગમે. ઘરો સ્વચ્છ હતાં. રસોઈ સ્વાદિષ્ટ હતી. સૌનો પ્રેમ હતો. છેવટે મેં સાંજે જમવાનું છોડી દીધું. સ્વાથ્ય સારું હતું. પેટમાં તકલીફ ન હતી. પણ આહાર પ્રત્યે અરુચિ થતી. આનું કારણ એક દિવસ મળી ગયું.
અમે કોઈને ઘરે જમવા માટે મોટરમાં જતાં હતાં. ગાડી ચલાવનાર ભાઈએ એક શેરીમાં ગાડી લીધી. ત્યાંથી પાછી વાળતા હતા ત્યાં એક છોકરો દોડતો આવ્યો. તેણે કંઈ પૂછ્યું, પેલા ભાઈએ “ના' પાડી. આથી મેં પૂછ્યું શું થયું ? ભાઈ કહે તે છોકરો પૂછતો હતો કે તમારે બકરી વિગેરેનું માંસ જોઈએ છે ? તરત જ કાપીને મળશે. હું તો સાંભળી જ રહી ! પછી કહે તે જ દુકાને શાક, ફળ, ફળાદિ મળે. આ દેશમાં એટલાં બધાં પ્રાણીઓ કપાય છે કે, તેમનું લોહી ખેતરોમાં વપરાય છે. વધેલા વાસી માંસ પણ ખેતરમાં ખાતર થઈને નંખાય છે.
મને આહારની અરુચિનું કારણ મળી ગયું. મારે તો બહારની રાંધેલી ચીજોનો પણ ત્યાગ હતો. હિમાલયમાં તો સ્વયં પાકી સાધના હતી. કોઈના હાથનું રાંધેલું એ દિવસોમાં ખાવાનું નહિ. આવી આહાર-વિષયક સૂક્ષ્મતાને કારણે કથંચિત અશુદ્ધ આહારની અસર ઊપજવાની સંભાવના હતી તેમ મને ત્યાંના આહારમાં થયેલી અરુચિથી સમજાયું.
- એકંદરે સુદાન જેવા વિસ્તારમાં પણ ધર્મની રુચિવાળા જીવોનો મારી મંગલયાત્રા
વિભાગ
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org