________________
સદૂભાવ, સ્વાધ્યાયથી મળેલો લાભ, તેમના ઉત્સાહમાં વ્યક્ત થતો હતો. વળી છેલ્લા દિવસે લગભગ બસો ઉપરાંત મુમુક્ષુઓએ આદરપૂર્વક વિદાયનો કાર્યક્રમ સઉલ્લાસ ગોઠવ્યો હતો. અને ભેટમાં દરેક વ્યક્તિએ નિયમો લીધા હતા. કેટલાકે તો વ્યસનમુક્તિના આજીવન નિયમ લઈને જીવનના વિકાસની દિશા પકડી હતી.
તેમાં એક ભાઈએ રોજે સામાયિકનો નિયમ લીધો કે સામાયિક થાય પછી સવારની કૉફી પીવી. ત્યાર પછી તેઓ ભારતમાં હિમાલયની યાત્રાએ ગયા. પૂરા દિવસની બસની મુસાફરી. તેમાં સામાયિક કેવી રીતે થાય ? એ ભાઈએ મનમાં મારું સ્મરણ કર્યું અને તેમના અંતરમાં ફુરણા થઈ કે બસમાં ૧ કલાક મૌન રાખી નવકાર ગણવા. જો ત્યાર પછી બસ ઊભી રહે ત્યારે કૉફી મળે તો માનવું કે પ્રતિજ્ઞાભંગ થયો નથી. આમ મૌનમાં, જાપમાં એક કલાક પૂરો થયો. સમય થતાં બસ વિરામ માટે ઊભી રહી. પણ ત્યાં ક્યાંય કૉફી ન મળી. ભાઈની પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે માટે અને કૉફી ન મળી તેથી મૂંઝાયા. છેવટે એક નાની દટ્ટી પાસે ગયા. ત્યાં કૉફી મળી ગઈ. બંને રીતે હાશ થઈ.
અમદાવાદ મને મળવા આવ્યા. હું ઈડર હતી. તેથી પેલી પ્રતિજ્ઞાના ખુલાસા માટે મે માસના તાપમાં બપોરે ઈડર આવ્યા. કહ્યું કે પ્રવાસમાં તેમણે સામાયિકને બદલે આ રીતે મૌન રાખ્યું તે ચાલે ? અગર તો પ્રાયશ્ચિત્ત આપો. મને તેમની દઢ ભાવનાથી આનંદ થયો. પ્રાયશ્ચિત્તમાં તેટલા સામાયિકથી બેવડા સામાયિકવાળી આપવાનું કહ્યું. સાધકોની આ નિષ્ઠાથી અમને પ્રેરણા મળે છે.
વળી મને શીખવા મળ્યું કે કોઈ પણ પ્રતિજ્ઞા લે ત્યારે દઢતાથી પાળવી આવશ્યક છે તેમ અનિવાર્ય સંયોગોમાં તેનો ઉપાય પણ જણાવવો. આમ દરેક ક્ષેત્રે મુમુક્ષુઓની ભાવના આત્મવિકાસપ્રેરક બનતી જાય છે. તેનો આનંદ છે. લંડનની સત્સંગયાત્રા :
અગાઉ જણાવ્યું તેમ પૂ.શ્રી આત્માનંદજીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર (આશ્રમમાં) કોબામાં તેઓના સદૂભાવ અને સહયોગથી ૧૯૮રથી તેઓની નિશ્રામાં નિવૃત્તિની સાધના કરવાનો અવસર મળ્યો હતો. એ નિવૃત્તિમાં યોગ થયો પ્રવૃત્તિનો. એટલે સમાજ-કલ્યાણનાં કામોમાં જે ગ્રામવિસ્તારમાં ફરવાની નિવૃત્તિ લીધી હતી તેને બદલે હવે દરિયાપારના વિસ્તારના પરદેશમાં શહેરોમાં ફરવાનો યોગ થયો. વિભાગ-૯
મારી મંગલયાત્રા
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org