SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્ર વદ-૨ રાધનપુર વિ. કલાપ્રભસૂરિ તરફથી તત્ત્વચિંતક, તત્વરસિક સુશ્રાવિકા સુનંદાબને જોગ ધર્મલાભ. પ્રભુ-કૃપાથી અમે આનંદમાં છીએ. શંખેશ્વર તીર્થમાં ઓળીની આરાધના પ્રસંગે રહેવાનું થયું. ચે.સુદ ૧૨ના દિવસે સુશ્રાવક શ્રીયકભાઈ અરવિંદભાઈ વંદનાર્થે આવ્યા. પ્રાસંગિક વાતો થઈ છેલ્લે અમે કહ્યું : ““સુનંદાબેનને ધર્મલાભ કહેજો.” ત્યારે તેમને તમારા એકસીટેન્ડની વાત કરી અને અમને તમારી વર્તમાન નાદુરસ્ત શારીરિક સ્થિતિની માહિતી મલી. વીતરાગ સર્વજ્ઞ શ્રી વીરપ્રભુના કર્મવિજ્ઞાન, આત્મવિજ્ઞાનના તમે અભ્યાસી છો. આવેલી તકલીફ-વિપત્તિ-વ્યાધિ-વેદના સ્વકૃત કર્મનું જ ફળ છે. એમાં સમતા ભાવ કેળવવા સાથે આ વ્યાધિ એ ભેદજ્ઞાનને આત્મા દેહથી ભિન્ન છે, આ સમજને વધુ પુષ્ટ બનાવવાની તક છે એમ માની આ તકનો લાભ ઉઠાવજો. અધ્યયન શ્રાવણ, વાચન, મનન અને પરિશીલન દ્વારા જે તત્ત્વજ્ઞાન તમે ભાવિત બનાવ્યું છે. તેને સાર્થક કરવાનો સમય કર્મ રાજાએ આપ્યો છે. એને વધાવી જ લેવાનો હોય ને ? . ગુરૂદેવશ્રીના સ્વમુખે તમને તત્ત્વજ્ઞાન મળ્યું છે. તમારી ઉપર તેમની, અનેક ઉપકારી ગુરૂદેવોની કુપા છે પ્રભુની કરૂણા દૃષ્ટિ છે. અને અનેક તત્ત્વજિજ્ઞાસુઓની સભાવના તમારી સાથે • શ્રી અરિહંતાદિચારનું શરણ • દુષ્કૃત ગર્તા-સુકૃત અનુમોદન ૦ તત્વચિંતન અને આત્મધ્યાન આ બધું દહની ઉચિત સારવાર સાથે થતું રહે અને તમો દ્રવ્યભાવ નિરામયતા-આરોગ્યને પ્રાપ્ત કરો એજ સદ્દભાવના અને પ્રાર્થના શાસન દેવને... ! - લી. કલાપ્રભસૂરિજી || હિN RSS મારી મંગલયાત્રા Jain Education International ૩૭૧ For Private & Personal Use Only વિભાગ-૧૪ www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy