________________
પૂ. ગુરુજનોનો અમૃત બોધ-મંગળભાવના
મોટર અકસ્માતમાં ગંભિર ઈજાઓથી આવેલી બિમારીઅશાતામાં મળેલો. આંતરિક બળપ્રેરક ઔષધરૂપ અમૃતબોધ, જે મારી ભૂમિકાથી વિશેષ પ્રકારે આલેખાયેલો છે. તેમાં સૌની મંગળભાવના છે.
રતલામ, ચૈત્ર વદ-૪ ધર્મપ્રેમી સુશ્રાવિકા સુનંદાબહેન યોગ્ય ધર્મલાભ... નરમ સ્વાસ્થ્ય વચ્ચે ય તમે ટકાવી રાખેલ મસ્ત સમાધિના સમાચાર સાંભળી ખૂબ આનંદ થયો છે.
બાકી, સત્ત્વના સહારે થતી સાધના કરતાં ય સમજણના સહારે ટકી રહેતી સમાધિ, એ જીવ માટે બહુ મોટો પડકાર છે અને એ પડકારને ઝીલી લેવામાં તમે જવલંત સફળતાને વરી રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ધટે છે.
શુભકામના પાઠવું છું કે તંદુરસ્તી, પૂર્ણ દીર્ઘાયુ ભોગવીને તમે ખૂબ સુંદર ધર્મારાધના કરતા રહો.
આ જ કામ આપણે સહુએ જીવનમાં કરતા રહેવાનું છે. માંદગીમાં પણ તમે જે પ્રસન્નતા ટકાવી રાખી છે એ બદલ તમને ખૂબ ધન્યવાદ છે.
પ્રભુશાસનની એક માત્ર આ જ તો આજ્ઞા છે... તમામ પ્રયાસોથી અશુભના બંધથી જાતને બચાવતા જાઓ. .. દક્ષાબેનને ધર્મલાભ જણાવશો. એમની સમાધિ સરસ હશે... રત્નસુંદરસૂરિ
સુશ્રાવિકા સુનંદાબહેન જોગ ધર્મલાભ.
દાદાના ધામમાં અમે છીએ. તમને એકસીડેન્ટ થયાના સમાચાર જાણી ચિંતા થઈ. હવે કેમ છે ? સારી તબિયતના સમાચાર આપશો. વૈશાખવદ છઠ્ઠ સુધી અમે અહીં છીએ. પછી વિરમગામ થઈ શંખેશ્વરજી જેઠ સુદિ-૧૦ આસપાસ; ચોમાસું શંખેશ્વરજી પાસે પંચાસરમાં છે. દેવ-ગુરૂ કૃપાએ તમને ખૂબ સારૂ થાય અને તમારી સ્વ-૫૨ કલ્યાણ કર આરાધના ચાલુ જ રહે એવી શુભેચ્છા.
વિભાગ-૧૪
- જંબૂવિજ્યજીના ધર્મલાભ
ચૈત્રવદિ-૭
વીસાનીમા ભવન, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪ ૨૭૦.
Jain Education International
૩૦૦
For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org