________________
આવ્યો કે આ શું થઈ રહ્યું છે ? કોઈએ ત્યાંથી ઉઠાડી દૂર બેસાડી. એક વડીલ આવ્યા તેમણે નવકાર સંભળાવ્યા. મને આટલી ગંભીરતાનો ખ્યાલ નહિ. બાળકોને શાળાએ મોકલ્યાં હતાં, તેમને બોલાવી લીધાં.
બપોરે ૧-૩૦ લગભગ તેઓના આત્માએ આ પાર્થિવ દેહ, વહાલો પરિવાર, ઘણા અરમાને સજાવેલાં ઘરબાર, વહાલા સંતાનો, પત્ની, જેમનું તેમ ત્યજીને ચિરવિદાય લીધી. જાણે કે એની સાથે હવે કોઈ સંબંધ નથી. મારા માટે આ રીતે ભાઈની વિદાય પછી નજીકથી મૃત્યુનો પ્રસંગ પ્રથમ હતો. ખૂબ ક્ષોભ પામીને મૃત્યુશય્યા પાસે બેઠી હતી. કોઈ વડીલે મને ઉઠાડી ત્યારે પણ મને હજી વાસ્તવિકતાનું ભાન ન હોય તેમ ઊઠી. વળી એકાએક ઊભી થઈ, મૃત્યુશય્યા પાસે જવા લાગી અને વડીલે મને પાછી વાળી. પ્રેમથી બેસાડી અને મારો અશ્રુનો ધોધ તૂટી પડ્યો. ભૂપેન્દ્ર દસ વર્ષનો, દક્ષા પાંચ વર્ષની. શાળાએથી આવ્યા. પાસે બેઠાં. બન્ને ખૂબ મૂંઝાઈ ગયાં. હું એટલી ક્ષોભ પામી ગઈ કે બાળકોને ખોળામાં બેસાડી ખૂબ રડી. વૈધવ્યની વિષય દુર્ઘટના ઃ
મારું મન એક જ વાતનું રટણ કરતું હતું. ભગવાન ! આ તમે શું કર્યું ! તમારી પાસે બીજું કંઈ આપવા જેવું દુ:ખ ન હતું ? દરિદ્રતા આપવી હતી. ઝૂંપડી આપવી હતી. મને મૃત્યુ આપવું હતું. પણ ભગવાન, આ વિયોગ અતિ અસહ્ય છે. તમારી દયા ક્યાં ગઈ ? આ બાળકો તો કેટલાં વહાલાં, જે માંગે તે હાજર થતું. હવે આ બધું કોણ ક૨શે ?
કુદરતમાં કોઈ સંકેત હોય છે. તેઓ છેલ્લા છ માસથી ઑફિસે જાય. વળી વચમાં ફોન કરીને મારી, બાળકોની પૃચ્છા કરે ઃ શું કરો છો ! બહારગામ જવાનું ટાળે. વળી ઘ૨માં અમે અને બાળકો એટલે જે કંઈ દિનચર્યા થતી તે સાથે જ થતી.
સવારે ફરવા જવું, આવીને સામાયિક પૂજા કરવી, બાળકો સાથે જમવું, સાંજે આવે ત્યારથી રાત્રિનો ક્રમ તદન નિકટવર્તી રહેતો. કુદરતને શું આ મંજૂર નહોતું ? શું દોષ હતો કે આંખની પલકમાં બધું છિન્નભિન્ન થયું, જાણે એક સ્વપ્ન પૂરું થયું ?
આજે ધર્મની સહાય અને સમજ પેદા થઈ છે એટલે સ્વસ્થ ચિત્તે લખી શકું છું. બાકી તો આભ તૂટી પડે તે પણ મને ઓછું લાગ્યું ! કોઈ આકાશમાંથી ફેંકી દે અને એકે અંગ સાજું ન રહે તેવી મારી દશા. એક વખતની ખમા ખમા થતી, ક્ષણ માત્રમાં બિચારી થઈ ગઈ ! ખૂબ ઉમળકાથી વિભાગ-૫
૧૦૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org