________________
સજાવેલું ઘર સ્મશાન થઈ ગયું. પ્રેમથી નીતરતું જીવન જ મરણ જેવું થઈ ગયું. ભગવાનને દયા ન આવી પણ તેઓને પણ દયા ન આવી ? એક દિવસનો સહવાસ છોડવાનું જેને ગમતું ન હતું. તેને કાયમ છોડવાનું કેમ ગમ્યું ? બાળકોનો પણ વિચાર ન આવ્યો. આવી મથામણ ચાલતી.
સગાં-સ્વજનો મારે રુદન જોઈને કહેતાં કે એ જીવને પણ આ બધું છોડવું કેમ ગમ્યું હશે ? પણ મરણ આગળ સૌ અશરણ છે. મારા મનનું સમાધાન કેમેય થતું ન હતું. વડીલો, નોકરો, સૌ મારી દશા જોઈ મૂંઝાઈ જતા.
વળી મન મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર ન થતું. એટલે ઊભી થઈ મૃત્યુશય્યા પાસે જવા પ્રયત્ન કરતી, ત્યારે વડીલો બાજુએ બેસાડતા અને પ્રેમથી સમજાવતા.
આમ હવે કલાકોનો જ હિસાબ હતો. એક બાજુ સંસારના ખેલ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ. ચંપાબાનું અવસાન થયું ત્યારે કંઈ સમજાયું ન હતું કે સગાંઓ જ આવી રીતે લઈ જાય ! એ દિવસે પ્રશ્ન એવો થયો કે આ બધાંને ખરેખર કંઈ દયા-માયા જેવું નથી. આજે એ સમજાય છે કે સંસારનું સ્વરૂપ લોભામણું ભલે હો પણ ભારે બિહામણું છે. શ્રીકૃષ્ણ જેવાને પણ કાળે ભર જંગલમાં એકાકી ઉપાડી લીધા હતા.
સંસારમાં જન્મમરણ નક્કી છે પણ ખરાં અને નક્કી નથી પણ. જન્મ છે તો મરણ નક્કી છે પણ જ્યારે તે નક્કી હોવા છતાં આપણે જાણતા નથી. મરણ પછી કર્મ પ્રમાણે જન્મ છે પણ જ્યાં તે જાણતા નથી. કુદરતનો આ નિયમ અબાધિત છે છતાં માનવ નિશ્ચિત થઈને જીવી શકે છે. મૃત્યુની ભયંકરતા પણ ક્ષણિક નીવડે છે. જોકે હું તો આવી ક્ષણિકતા સ્વીકારવા વર્ષો સુધી તૈયાર ન હતી. તેવા બોધનું મારું ગજું પણ ન હતું. મન એક જ પોકાર કરતું. મને શા માટે આવું દુઃખ હવે કેમ જીવી શકાય!
માનવનો દેહ ચેતન-રહિત શબ મનાય છે, તેને જવા દેવું ગમતું નથી અને રખાતું નથી. એટલે જ્ઞાનીઓ કહે છે, છેવટે દેહ અગ્નિ સંસ્કારને યોગ્ય છે. વ્યવહારિક વ્યવસ્થા સૌએ સંભાળી, જે કરવું પડે તે સૌએ કર્યું. તેમ કર્યા વગર છૂટકો ન હતો.
પ્રસંગને આધીન વિધિઓ કરવાની હતી તે થઈ. તેઓની વસમી વિદાય પછી સ્નાન માટે મને લઈ ગયા. એ વખતે દુઃખના આવેગમાં મને એમ થયું કે હવે આ અલંકાર વિગેરે કોના માટે ? અને સર્વે દાગીના મારી મંગલયાત્રા
૧૦૧
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org