SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતા૨ીને મૂકી દીધા. સાડી સફેદ પહેરવાની શરૂ કરી. અગ્નિસંસ્કારની વિધિ પતાવી સગાં-સ્વજનો વીલે મોઢે ઘરે આવ્યાં તેમની સાથે અત્યંત કલ્પાંત, રુદન, આક્રંદ, સિવાય મારી પાસે કાંઈ ન હતું. એ વડીલ કાકાને મેં કહ્યું, ‘કાકા, તમે આ બધાંની સાથે ભળી ગયા ? અને તેઓને પાછા ન લાવ્યા ?'’ પણ કોઈનો કાંઈ ઉપાય ન હતો. આવી કરુણતાનો આ તો પ્રારંભ હતો. હજી ઘણું વીતવાનું બાકી હતું. મારું રુદન એવું કરુણ હતું કે મારાં બાળકો પણ મારી પાસે આવતાં મૂંઝાઈ જતાં. દક્ષા કહેતી : પપ્પાને ભગવાન ક્યારે મોકલશે ? જવાબમાં મારી પાસે આંસુ હતાં. ભોળી દીકરી મારાં આંસુ લૂછતી. બીજે દિવસે મેં લૂખું સૂકું ખાવાનું શરૂ કર્યું. ધર્મપ્રવૃત્તિમાં એકલવાયાપણું લાગવાથી મન લાગતું ન હતું. મારી આવી હાલતમાં સગાંઓ પણ મૂંઝાઈ ગયાં તેઓ પણ કેટલું રહી શકે ? સૌને પોતાની જવાબદારી હોય. સમય થતાં સૌ વિદાય થયાં. હું સર્વ સ્થાનેથી સ્વયં બાકાત થઈ ગઈ, સાથે બાળકોની દીન દશા : ધર્મના અને સાંસારિક વ્યવહારોના પ્રસંગોમાંથી જાણે હું જાતે જ બાકાત થઈ ગઈ. એટલે સોનગઢ અને પૂ. સ્વામીની નિશ્રા પણ મારે માટે સ્વપ્ન બની ગયું. યોગ-સંયોગની પણ કેવી વિચિત્રતા હોય છે ? પંદર દિવસ પછી હું અને બાળકો રહ્યા. એક વરસ લગભગ ઘરની બહાર ન નીકળી. આને કારણે બાળકોને ભારે અન્યાય થયો. જોકે તે વખતે દુ:ખગ્રસ્ત વૈરાગ્યની ધૂનમાં વિચાર આવ્યો ન હતો. પણ બાળકો મોટાં થયાં. ચર્ચા કરતાં ત્યારે એ વાત સમજાઈ કે મારા પોતાના વિયોગના દુઃખના કારણે મેં જે ત્યાગ-વૈરાગ્યની પદ્ધતિ સ્વીકારી તેમાં બાળકોને મોટો અન્યાય થયો હતો. કારણ કે બાળકોને પિતા અને માતા બંનેનું વાત્સલ્ય મળવું જરૂરી હતું. અને મારે જ તે આપવાનું હતું. પણ ગયો વખત કાંઈ પાછો આવતો નથી. એ સર્વે ભાવિભાવ. મારા માટે સિનેમા, નાટક, પ્રદર્શન, લગ્ન જેવાં સ્થાનોમાં જવાનું ન બન્યું. યાત્રાએ જવાનું ન બન્યું. મારું મન એવું કઠોર થઈ ગયું કે મને શા માટે આવું દુઃખ ! હવે મારે કોઈ સુખ જ ના જોઈએ. એટલે બાળકોને પણ આ બધું શોષવું પડ્યું. પતિના મોહથી એ દુઃખગર્ભિત વૈરાગ્ય કે ત્યાગ કાંઈ સાચા સુખની ઝંખનાનાં ન હતાં. છતાં પ્રબળ મોહના વિરહમાં તે ટકયા. પુનઃ ભૌતિક સુખનો કોઈ વિકલ્પ ક્યારે પણ ઊઠયો નહિ. અને શીલાદિ સારી રીતે વિભાગ-૫ ૧૦૨ મારી મંગલયાત્રા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy