SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આની અસર એકાદ-બે દિવસ રહી. કેમે કરી સહજ હસતા-રમતા રહેવું તરત જ બન્યું નહિ. છેવટે તેઓની સમતાની જીત થઈ. ગાડી પાટા પર ચઢી. વળી નિર્દોષ બાળકની હાજરી પણ સહાયરૂપ થઈ અને ભાઈએ પણ ધારેલું તો ખરું જ કે અમને દુઃખ થશે. એટલે જાતે જ વાત્સલ્યથી વાતને વાળી લીધી. અને વળી સૌનાં મન મુક્ત બન્યાં. વાસ્તવિકતા વિચારીએ તો આજના સંઘર્ષો પણ આવી અજ્ઞાન દશાના જ છે ને ! ત્યાર પછી આનું પુનરાવર્તન ન થયું તે પુણ્યયોગ. પુનઃ મેં ક્યારે પણ ભાઈનો આદર છોડ્યો નથી. - મહાત્માના બોધથી ભાભી કંઈક ત્યાગમાર્ગે વળ્યાં. પણ જ્ઞાનરહિત એ ચેષ્ટાઓ લાભદાયક ન હતી. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય વગર જીવ સતુમાર્ગે જઈ શકતો નથી. તે કાળે ઉપદેશની પદ્ધતિ તત્ત્વરૂપ ન હતી. ભાભી પણ ખૂબ આવેશમાં રહેતાં કારણ કે ભાઈ તેમના પર ધનાદિમાં પ્રતિબંધ મૂકતા. એટલે એક દિવસ આવેશમાં તેમણે ભાઈ છતાં અંગ પરથી અલંકાર વિગેરે બધું જ ત્યાગી દીધું. કેવળ સફેદ વસ્ત્ર પહેર્યા. કદાચ હાથે બે રબરની બંગડી હશે. આ છેલ્લા સંઘર્ષે આ ઘરમાં જે સુખ-શાંતિ હતાં તેને તાત્કાલિક કંઈક આંચકો આપ્યો. પ્રારંભમાં ઘરનાં સૌ એક જાતની ગ્લાનિના ભોગ બની ગયાં. લક્ષ્મીબા તો દઢ હતાં અને મસ્ત રહેતાં. ધીમે ધીમે એ પણ થાળે પડી ગયું. અમે સૌ પુનઃ શાંતિથી રહેવા લાગ્યાં, ટેવાઈ ગયાં. વળી બધું યથાવત્ ચાલતું. આમ તો ઘરમાં બધું હતું તેમ જ હતું. એ જ ગાડી, વાડી, નોકર વર્ગ, ધન પરિવાર દરેકમાં વધારો થયો હતો. ઘરમાં સંપન્નતા વૃદ્ધિ પામતી હતી. ભાઈ પણ શોખીન અને મોજી હતા. એ કાળે સામાન્ય રીતે સ્ત્રી બીજવર સાથે સુખેથી રહે અને ગોઠવાઈ જાય. લક્ષ્મીબા પાછળથી એ સુખ માણી ન શક્યા. છતાં પોતે જ પાછાં હસતાં-રમતાં થઈ જાય એ રીતે ભોળાં હતાં. છતાં ઠરેલી આગ ક્યારે ભભૂકી ઊઠતી. સંપન્ન કુટુંબને કારણે સાધનોની વિપુલતા હતી. સાથે અલંકારોની પણ ઠીક સંપત્તિ હતી. વળી વય પણ એ સામગ્રીને માણવાની હતી. છતાં કોઈ વાર એમ થતું આ બધું ઘણું છે. વળી ઘરમાં દહેરાસર એટલે વિભાગ-૩ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy