________________
દિવાળીમાં ભગવાનને હીરાના મુગટવાળી આંગી થતી. ત્યારે વિચાર આવતો કે હીરાના અલંકારો ભગવાનને ચઢાવીએ તો કેવું ! પણ પ્રભુના અંગ ઉપર ચઢાવાય નહિ, અને ચઢાવીએ તો પાછા પહેરાય નહિ. આથી દિવાળીમાં અમાસને દિવસે આંગી થયા પછી, (જો કે ભગવાનને હીરાના મુગટ વિ. તો હતા) મારા અલંકારો અરીઠાથી ધોઈ, શુદ્ધ કરી, ભગવાનની આગળ ગોઠવી દેતી અને મને કંઈક સંતોષ થતો. બીજે દિવસે પહેરતી ખરી.
પરંતુ તેઓના અવસાન પછી એજ દિવસથી પૂરા અલંકાર શરીર પરથી ત્યજી દીધા. પછી પુનઃ કયારે તેને માટે વિકલ્પ આવ્યો જ નહિ. ધીમે ધીમે તો રમોનાના આવ્યા પછી પૂરા અલંકાર તેને સોંપી દીધા. પછી એક વાલ પણ સોનું પાસે રાખ્યું નહિ. કોઈ વાર લાગતું કે ભગવાનને ચરણે તે દિવસે ધરી દીધાનો જ કદાચ આ સંકેત હશે કે ફલશ્રુતિ હશે. તેથી લાખોના અલંકારોનો ત્યાગ સહેજે થઈ ગયો.
ઉત્તમ ભાવનાઓને યોગ કેવા સારા મળે. આ સોસાયટીમાં ભાઈ (મામા) અને તેમના ભાણેજનો એમ બે જ બંગલા હતા. એ ભાણેજ દંપતી તે કાંતાબહેન અને લાલભાઈ. સ્તવનો, સજઝાયો બહુ સુંદર આવડે. બે જ કુટુંબ એટલે એકબીજાને ત્યાં જવાનું બનતું. તેઓ પાસે લગભગ ૧૯૪પ૪૬ માં આનંદઘન ચોવીસી વિગેરેનાં સ્તવનો શીખવાનો અવસર મળ્યો. તેઓ શાસ્ત્રાભ્યાસી પણ હતાં. એટલે એ બોધ પણ સાંભળવા મળતો. તેઓ આદર્શ દંપતી હતાં વળી તેમની ગુણિયલ દીકરી જયાબહેન મારાથી લગભગ બે વર્ષ નાની હતી. પણ તેજસ્વી અને ખૂબ મળતાવડી હતી. એની પાસે વાતો કરવાની વિશાળતા પણ ઘણી.
સાંજે સાથે ફરવા આવે. તેઓ બહારગામ જાય ત્યારે રાત્રે સૂવા આવે અને ઘણો સહયોગ આપે. આમ જીવનનું વહેણ વહે જતું હતું.
૧૯૪૧-૪૨ લગભગ ગાંધીજીની સત્યાગ્રહ આદિ ચળવળો અને અનેકવિધ કાર્યક્રમો ચાલતા તેમાં કંઈ કરવાનો ઉત્સાહ થયો. પણ ભાઈ કહે, “આપણું એમાં જવાનું કામ નહિ ! આ ધર્મ વધારે સારો છે. એટલે મન વાળી લીધું. સાધુ મહારાજશ્રીના ઉપદેશાનુસાર પંદર પખ્ખા એટલે રોજ એક સામાયિક કરી એકસાથે પંદર પૂરા કરી લીધા હતા. હવે બસો મારી મંગલયાત્રા
વિભાગ-૩
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org