________________
ધર્મપ્રેમી શ્રી સુનંદાબહેન, વિજયકલાપૂર્ણસૂરિના ધર્મલાભ
અધ્યાત્મસાર પર સરળ ભાવાર્થ લખી રહ્યાં છો, તે જાણી આનંદ થયો.
મહાન શાસ્ત્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર, અધ્યાત્મસાર જેવા સારભૂત ગ્રન્થો લખીને ખરેખર સાધકો પર ઘણો ઉપકાર કર્યો છે, હરિભદ્રસૂરિજી મ.ના પગલે ચાલીને એમણે આગમોનો સાર લોકો સમક્ષ રજૂ કર્યો છે. એમણે માત્ર વિદ્વાનો જ વાંચી શકે તેવા જ ગ્રન્થ નથી બનાવ્યા, સામાન્ય માણસો પણ વાંચી શકે, સમજી શકે, સન્માર્ગ પર ગમન કરી શકે, એવી ગુજરાતી રચનાઓ પણ કરી છે.
અધ્યાત્મસાર ગ્રંથ
એમની પાસે માત્ર તર્કથી પરિકર્મિત બુદ્ધિ જ નહોતી, ભક્તિથી મધુર હૃદય પણ હતું. તર્કથી પ્રગલ્લ પ્રજ્ઞા અને સાધનાથી પરિપકવ જીવનના સ્વામી ઉપા. શ્રી યશોવિજયજી જેવી વિભૂતિઓ સેંકડો વર્ષે એકાદ જ પેદા થતી હોય છે.
તેમને અધ્યાત્મ પર ખૂબ જ ઉંડો પ્રેમ હતો. સાધનાના પ્રભાવથી તેઓ આત્મિક અનુભવ પ્રાપ્ત કરી ચૂકયા હતા. એવું તેમના ગ્રન્થો વાંચવાથી સ્પષ્ટ જણાય છે.
અધ્યાત્મસાર નામના પ્રસ્તુત ગ્રન્થમાં એમણે સાધકો સમક્ષ સંપૂર્ણ સાધનામાર્ગ પ્રદર્શિત કર્યો છે એમાં પણ આત્મનિશ્ચય અધિકાર, અનુભવાધિકાર તો ખાસ વાંચવા, સમજવા જેવા છે. આ ગ્રન્થના સહારે ગુરુગમ દ્વારા સાધક જો સાધના કરતો રહે તો અનેક મત-મતાંતરોની જાળમાં તે કદી ભૂલો પડે નહિ.
મદ્રાસ
તા. ૨૫-૨-૯૬
Jain Education International
- વિજયકલાપૂર્ણસૂરિ
દ
For Private & Personal Use Only
www.jainelibrary.org