________________
>
6
=
| મારી મંગલયાત્રાનું અષ્ટમંગલ વિવિધ પુસ્તક પ્રકાશનમાં પૂ.આચાર્ય ભગવંતોના ધર્મલાભ અને શુભાશીષનું આ અવતરણ છે.
સુશ્રાવિકા સુનંદાબહેન
ધર્મલાભ
“મુક્તિબીજ” પુસ્તકનું લખાણ જોયું, જેમાં તમે સમ્યગદર્શનનું માહાભ્ય અને વિશેષતા દર્શાવવા મહાપુરુષોના ગ્રંથમાંથી સંકલન કર્યું છે તેથી તે પ્રમાણભૂત જણાય છે.
તેમાં વિવિધ વિષયોનું સંકલન હોવાથી શ્રાવકોને ઘણું ઘણું ઉપયોગીજ્ઞાન આ પુસ્તકમાંથી પ્રાપ્ત થશે, સંતજનોની મળેલી કૃપાથી અને તમારા વિશાળ વાંચન-અભ્યાસથી સુંદર સુંદર વિષયોનું અવતરણ ગ્રંથોમાંથી ચૂંટીઘૂંટીને એકત્ર કર્યું છે તે જિજ્ઞાસુ જીવોને ઘણું ઉપયોગી છે.
વળી રત્નકરંડ શ્રાવકાચાર આદિ દિગંબર આમ્નાયના ગ્રંથોના આધારે કેટલુંક લખાણ લેવામાં આવ્યું છે, તે પણ તે તે ગ્રંથોનો આ વિષયોમાં વિવેચના તથા વિચારધારા કેવી છે તે જાણવામાં અભ્યાસીઓને ઉપયોગી થશે
તમે જણાવો છો તેમ પરદેશમાં બંને આમ્નાયના જિજ્ઞાસુઓ એકઠા મળીને સ્વાધ્યાય સત્સંગ કરે છે તેથી સૌને માટે પ્રસ્તુત પુસ્તકની વિવિધ વિચારણા રોચક બનશે.
આવા સુંદર વિષયની સંકલના કરવા માટે તથા તે તે વિષયોના તમારા વિશાળ વાંચનના આધારે થતા પ્રવચનોના નિમિત્તથી દેશ પરદેશમાં આવા તાત્ત્વિક વિષયમાં સૌ રસ લેતા થયા છે, તે પરમાર્થ કાર્ય માટે ઘણા ઘણા અભિનંદન છે. તમે સ્વ-પર શ્રેય કરતા રહો, અને સાથે તમારા જીવનમાં વિશેષપણે તાત્ત્વિક સાધના થતી રહે તેવી શુભાશીષ છે. દેવગુરુકૃપાએ અત્રે સુખશાતા છે. તમને પણ હો.
જંબૂવિજયના ધર્મલાભ પંચાસર તા. વિરમગામ. ગુજરાત છે
ફાગણ સુદ ૧૫-૨૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org