________________
આશ્ચર્ય થયું.
મેં કહ્યું : મને કંઈ વિશેષ જ્ઞાનમાં આ દર્શન થયું છે એવું નથી પણ આ વાત જગજાહેર છે. તું શોધી લે કેવી રીતે ?
તે આશ્ચર્યથી જોઈ રહી. મેં પૂછયું, ઋષભદેવની એક પત્નીનું નામ શું હતું ? “સુનંદા.”
માતા મરુદેવીના નંદના સ્તવનમાં નાટારંભ કોણ કરે છે ? “ઉર્વશી... રૂડી અપ્સરા.... કરતી નાટારંભ.” ઉર્વશીને ?
હા, હવે સમજાયું આપણા નામનો સંદર્ભ એ કાળને મળતો આવે છે. મારામાં આવું વિચારવાનું જ્ઞાન ક્યાં છે ?
અરે નામથી પણ આપણે સાથે હતા ને ?”
તે કહેતી : ““મને તો અત્યારે પણ આપની સાથે ખૂબ આનંદ છે. પેટ ભરીને લાભ ઉઠાવું છું. કોણ જાણે મારી ભૂલો થતી હશે ?”
હું કહું : “હું સત્સંગયાત્રા અને સ્વ-અધ્યાય માટે આવી છું. મને તારી ભૂલો શોધવાનો અવકાશ ક્યાં છે? જ્યાં પ્રેમમય સેવા છે ત્યાં ભૂલ શું હોય? આપણે સૌ સાધકોએ કદમ મિલાવીને મોક્ષમાર્ગે ચાલવાનું છે.
અમારી આવી નિર્દોષ અને અર્થસભર સત્સંગયાત્રા નિહાળીને અન્ય મિત્રો પણ ભાવ કરતા કે અમારે તમારી સાથે આવવું છે, સાધના કરવી છે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ'
૨૦૦૫નો સત્સગયાત્રાનો કાર્યક્રમ લગભગ ૧૬ કેન્દ્રો પર વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો. જુલાઈથી ઓક્ટોબર, તેમાં શ્રી પર્યુષણ કોલંબસ હતા, અને આયંબિલતપ ન્યૂયૉર્ક નવનિર્માણ થયેલા (દરાસર) કેન્દ્રમાં હતું. પરંતુ એપ્રિલ ૨૧મીએ મને ગંભીર કાર અકસ્માત થવાથી તે કાર્યક્રમ રદ થયો. છતાં સૌ આશા રાખતા કે બહેન સાજો થઈ જશે, આવશે. મને તે સૌના સદ્દભાવની આશા હતી. પરંતુ, મારી બીમારી લંબાઈ ગઈ એટલે ત્યાં જવાનું બન્યું નહિ.
પરંતુ મારા કેટલાક સત્સંગી મિત્રો સત્સંગના વ્યસનવાળા છે. ત્રણેક માસ પછી હું વાત કરવા જેવી સશક્ત થઈ. પછી તેઓ ફોનમાં ૧૦-૧૫-૨૫ મિનિટ સત્સંગની વાતો કરી છે. કોઈ પ્રશ્ન હોય તો તેનું નિવારણ કરે. વ્રત, પ્રતિજ્ઞા, પચ્ચકખાણ લે. ઉર્વશી, વીણા જેવાં તો સામાયિક જ કરે એમ કહું તો ચાલે. હું પણ પત્ર દ્વારા તેમનો સંપર્ક રાખું છું. તેમાં શાસ્ત્રોક્ત બોધ પણ વણાઈ જતો. વળી તે મિત્રો અમદાવાદ આવે ત્યારે પણ સત્સંગનો લાભ લે છે. આમ મારી મંગળયાત્રાનું આ મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org