________________
સંત સમાગમનો સુઅવસર
સામાજિક ક્ષેત્રે કાર્ય કરતાં મનમાં પૂ. કાનજીસ્વામીનો બોધ સ્મરણમાં આવતો “સમ્યગ્દર્શન.” તે અન્વયે કંઈ અવસર મળતો તેને વધાવી લેતી. સાત્ત્વિક મિત્રોના સાથથી, પંડિતવર્યના સંપર્કથી આ બોધનું ગુંજન રહ્યા કરતું. મારી મંગલયાત્રામાં વળી માનવસેવાનું સત્કાર્ય આનંદદાયક હતું. મૂળ જિજ્ઞાસાથી થોડો વળાંક હતો પરંતુ તે વખતની એ ભૂમિકા અને યોગ પ્રમાણે જે બન્યું તે ઠીક જ હતું. - પૂ. પંડિત સુખલાલજીનો સંપર્ક ચાલુ હતો. વાંચન-અધ્યયનનો અવકાશ રહેતો હતો તથા તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ થયો હતો એથી સામાજિક કાર્ય સાથે આ યોગ મને હિતકારી હતો. આચાર્ય શ્રી રજનીશજીનો સમાગમ :
૧૯૫૪/૫૫ થી આચાર્ય શ્રી રજનીશજી આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ વક્તા તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રી પરમાનંદ કાપડિયાના કારણે મુંબઈમાં તેમનો પ્રથમ પરિચય થયો હતો. તેઓની સાત્ત્વિકતા અને તેજસ્વિતા ઘણી ઉચ્ચ કોટિની હતી. વચનલબ્ધિ પણ ઘણી માર્મિક હતી. એમનું પૂરું વ્યક્તિત્વ અતિ પ્રભાવશાળી હતું. તેમના બોધની ઊંડી અસર થતી. તેમના પ્રવચનમાં આનંદ આવતો.
અમદાવાદમાં ૧૯૫૭માં મૃત્યુ વિષેનું પૂ. રજનીશજીનું પ્રવચન ટાઉન હૉલમાં સાંભળી મન અત્યંત પ્રસન્ન થયું. યદ્યપિ આખી સભા જ સ્તબ્ધ હતી. “મૃત્યુ એ મહોત્સવ છે, આનંદથી આવકારો” આ શબ્દ પર હું તો ખૂબ જ વારી ગઈ. સભા વિખેરાઈ પછી પણ દસ મિનિટ તેમના શબ્દલોકમાં મારા અસ્તિત્વને ભૂલી ગઈ. થોડી ક્ષણો તો થયું કે દેહ છૂટી ગયો છે. આત્મા નિશ્ચિત થયો છે, ન દુઃખ છે ન સુખ છે. હૃદયની દુનિયા નિરામય બની ગઈ. જોકે મારી જેમ થોડા માણસો બેસી રહ્યા હતા. વળી તેમાંથી જાગ્રત થતાં બહાર આવી વ્યવહારકાર્યની વાસ્તવિકતામાં રોજની જેમ ગોઠવાઈ ગઈ. પરન્તુ આજે પણ તેની સ્મૃતિ એવી ને એવી જળવાઈ છે. જો કે અન્ય સંસ્કારને કારણે તેનું બળ વિશેષ પ્રવર્તન કરતું નહિ.
વળી તે સમયે એક અદમ્યભાવ ઊઠ્યો કે આ મહાપુરુષ છે. તેના બોધથી | સંપર્કથી મારો અજંપો ટળશે. આત્મદર્શન થશે, શેષ જીવન આનંદપૂર્ણ બનશે અને સાર્થક થશે. આથી તેમના સાહિત્યનો પણ આધાર મારી મંગલયાત્રા
વિભાગ-૮
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org