________________
લાખોના હિસાબનો વહીવટ ઑડિટ કરાવી દિલ્હી બોર્ડને સુપ્રત કરવાનો રહેતો. આથી કાર્યાલયમાં પણ પંદર-વીસ કર્મચારીઓ કામ કરતા. ગ્રામવિસ્તારનું નિરીક્ષણ કરવા માટે અલગ નિરીક્ષકો રાખવામાં આવતા. વહીવટી કાર્ય વ્યવસ્થિત ચાલે તેનો હું આગ્રહ રાખતી તેથી રોજે બપોરે ૨ થી ૬ કાર્યાલયમાં હાજર રહેતી. પ્રસંગે ગ્રામવિસ્તારની મુલાકાત કરવા જતી. વળી હવે મંદાબહેન ગ્રામવિસ્તારનું ઘણું કામ સંભાળી લેતા. સંસ્થાની પ્રવૃત્તિની રૂપરેખા :
સંસ્થાની પ્રવૃત્તિ મુખ્યત્વે અઢીથી પાંચ વર્ષનાં બાળકોનું પૂર્વપ્રાથમિક શિક્ષણ, પ્રૌઢ તથા સિલાઈ વર્ગો, પૂર્વ પ્રાથમિક મહિલા શિક્ષણની હતી. વળી આ ક્ષેત્રમાં ગ્રામવિસ્તારના આવા વર્ગો ચલાવવા માટે શિક્ષિત બહેનો મળતાં નહિ. આથી ગ્રામવિસ્તારનાં જ બહેનોને શિક્ષણ આપી અમે તૈયાર કરતાં. સમાજથી તરછોડાયેલી તથા દારિદ્રતાવસ્થાથી દુ:ખી બહેનો માટે આ સંસ્થા આશીર્વાદરૂપ હતી છે. સંસ્થા દ્વારા તેમનું સ્વાવલંબન થતું. ગ્રામવિસ્તારનાં બાળકોને શિક્ષણ તથા સંસ્કાર મળતાં, બહેનોને સિલાઈ જેવું શીખવા મળતું. વળી સત્સંગ અને ભક્તિના કાર્યક્રમ થવાથી સંસ્કાર મળતા.
પ્રથમ પાંચ ગામની પ્રવૃત્તિથી શરૂ થયેલું કાર્ય એક દસકામાં અમદાવાદ જિલ્લાના સો ગામ સુધી પહોંચ્યું. જનતામાં જાગૃતિ આવવાથી બીજા દસકામાં આ આંકડો બેવડો થયો. અને ૧૯૭૫ સુધીમાં તો લગભગ ત્રણસો ગામોમાં આ પ્રવૃત્તિ વિકાસ પામી.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જનતાના સહકારથી લગભગ દરેક ગામે પાકાં મકાનોની સગવડ થઈ. કણ વાવો મણ ઊગે તેમ સૌની સદ્ભાવના અને સહકારથી આ પ્રવૃત્તિ ગુજરાતભરમાં વિશિષ્ટતા અને પ્રશંસનીય બની. ડેરીના મકાનની ચાલતી પ્રવૃત્તિઓ જોઈને તે વિસ્તારના સંપન્ન સજ્જનોની અને પંચાયતની સહાયથી કઠવાડા ગામની હદમાં સંસ્થાની માલિકીનાં છાત્રાલય, માધ્યમિક શાળા વિગેરે સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે.
- સ્વાવલંબન મળતાં બહેનોની શક્તિ પણ યોગ્ય ક્ષેત્રે પ્રગટ થઈ. આર્થિક સધ્ધરતા થઈ. દર વર્ષે આ બહેનોની દસ દિવસની શિબિરનું આયોજન કરી, તેમની સાથે પારિવારિક સંબંધ કેળવાતો. નવાં નવાં આયોજન કરી, તેમને દર વર્ષે નવું શીખવા મળતું. જે બાળકો અને બહેનો સુધી ગ્રામવિસ્તારમાં વ્યાપક બનતું. મારી મંગલયાત્રા ૧૫૯
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org