________________
ઉત્તમ મહાત્માઓનો સંગ મળી રહેતો. તેને કારણે મુંબઈના માળાના વેચાણમાં હજારોની ૨કમ પાઘડીમાં મળે તે લેવાનો અંશમાત્ર વિચાર ન આવ્યો. તે રીતે મળેલું ભારરૂપ લાગતું હતું કે હવે વધારે કોના માટે? સંત પૂ. કેદારનાથજી :
કેદારનાથજીને સૌ સંત કહેતા. ગૃહસ્થ છતાં સંતપણાના ગુણો હતા ને ! એક વાર તેઓ હરદ્વાર બાજુ યાત્રાએ ગયા હતા. પગપાળા દર્શને નીકળ્યા હતા. માર્ગમાં એક ઘોડાગાડીમાં કેટલાક પ્રવાસીઓ જતા હતા. કોઈ પરિચિતે ગાડી ઊભી રખાવી. પ્રણામ કરી કહ્યું કે નાથજી આવો ગાડીમાં બેસી જાઓ, જગા છે. નાથજીએ હાથ જોડીને ના પાડી. ગાડીવાળો કહે બાપજી, બેસો, જગા છે, ખર્ચ આપવાનું નથી.
નાથજી કહે, “ભાઈ તારો આભાર. પણ ઘોડો રજા આપે તો બેસું, એનો ભાર વધે ને ? ચાલવાની શક્તિ છે.
પ્રાણીની દયા અને પોતાની જાતને ઘસવી આ સંતપણું છે ને ? તેઓ ક્યાંય ગુસ્તાભાવ લાવતા નહિ. ગાંધીબાપુને તેઓ વડીલ માનતા. તેમના ગુણ ગાતા. છતાં કિશોરલાલ કે ગાંધીબાપુને જરૂર પડે તો તાત્ત્વિક માર્ગદર્શન આપતા.
તેઓ નમ્રભાવે પ્રાર્થના કરતા કહેતા કે આપણે સૌએ એવા ભાવ કરવાના છે કે જે સગુણો આપણામાં ન હોય તેનો ખટકો આપણને રહે, અને માનવોચિત એ સદ્દગુણો હોય તો તેનું અભિમાન ન રહે, તે પ્રગટ કરવાની લાલચ ન રહે, અને તે સદગુણ કોઈને જણાવવાની વૃત્તિ ન ઊઠે.
આપણા અંગત દોષોની આપણને ખબર હોય છે. તે દોષોને આપણે જ કાઢવાના છે. લડવું છે તો એની સાથે લડો. અને સદ્ગુણ કેળવાય તેવા દર માસે એક એક નિયમને દઢ કરતા જાવ. જેમ કે ધંધામાં નીતિ રાખીશ. આ મહિને સત્ય બોલીશ. સિનેમા જેવા પ્રકારોનો ત્યાગ કરીશ. આમ તેઓ જીવનને સદાચાર યુક્ત જીવવાનો સંદેશો આપતા. કડવા અનુભવ અને જાગૃતિ :
સદ્ભાગ્યે આ મિત્રો સવૃત્તિવાળા હતા એટલે સહાય કરતા. કોઈ વાર કડવા અનુભવ પણ થતા.
પુરુષપ્રકૃતિમાં સ્ત્રી ભોગ્ય વસ્તુ મનાઈ છે. પુરુષમાં મહઅંશે સંયમ ગૌણ હોય છે. ભલે પુરુષ વધુ પરાક્રમી ગણાતો હોય, પણ જો તેનામાં કામુક્તા હોય તો તે નિર્બળ મનનો પરસ્ત્રીના સંગમાં પણ પાપ માનતો નથી, છેવટે સહન સ્ત્રીને કરવું પડે છે. માટે શીલના સંસ્કાર એ મારી મંગલયાત્રા
૧૧૭
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org