________________
પરંતુ મારી ફરજ હતી કે મારે સ્વસ્થ ચિત્તે વિદાય આપવી.
અતુલ તેમનાથી ખૂબ ટેવાયેલો, તેથી તેઓ જ્યારે ઑફિસે જવા નીકળે ત્યારે તેને બહાર રમવા મોકલી દેવો પડે. નહિ તો પાછળ પડે, રડે. આ લગભગ રોજનો નિયમ હતો. આ દિવસે મને એમ કે પંદર દિવસ માટે જવાના છે તો ભલે ઘરમાં રહ્યો. પણ તેઓ જ્યા બહાર નીકળ્યા કે ઝભ્ભો પકડીને વળગી પડ્યો. તે લગભગ પાંચ વર્ષનો હતો.
મને લઈ જાવ, હું તો તમારી સાથે આવીશ. તેઓએ સમજાવ્યો, ચોકલેટ જેવું કંઈ આપ્યું. પછી કહે કલકત્તાથી રમકડાં લાવશે, પણ તે તો વધુ રડવા લાગ્યો... મારે સાથે આવવું છે. મેં સમજાવ્યો. સમય થવા આવ્યો હતો, એરપોર્ટ પહોંચવાનું હતું. તેઓ મોટર પાસે ગયા, અતુલ મોટરમાં ચઢવા ગયો તેમણે તેને રોક્યો. બારણું બંધ કર્યું. ડ્રાઈવરે ગાડી ચલાવી. તેઓ વિદાય થયા.
અતુલ થોડી વાર પછી રડીને રમતમાં લાગી ગયો. મેં નવલકથા વાંચીને મન સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો. ત્યાં તો એરપોર્ટ પરથી તેઓનો ફોન આવ્યો.
અતુલ કેમ છે, રમતો થઈ ગયો ? તું કેમ છે ?
મેં કહ્યું : ““ફિકર ના કરતા. બધું બરાબર છે. થોડા દિવસ વહેલા આવવા પ્રયત્ન કરજો તેઓનું હૃદય આવું કોમળ હતું.
કોઈ વાર વાત નીકળતાં હું કહેતી: ““તમારામાં ઢગલો સ્નેહ અને ઢગલો સમતા કેવી રીતે સમાય છે ! મારામાં સ્નેહ છે પણ જ્યારે મને કંઈ અપ્રિય હોય તેવું બને ત્યારે ગુસ્સે થાઉં છું એટલે તમારા જેવા ઉદાત્ત સ્નેહ અને સમતા મારામાં નથી.”
ત્યારે તેઓ હાસ્યથી જવાબ આપતા, કે આમાં કંઈ દુઃખી થવા જેવું નથી. પણ ક્યારે એમ કહે નહિ કે તું ગુસ્સે થાય છે તે ખોટું છે, મને ગમતું નથી.
તેમનું મંતવ્ય એક જ કે આપણને શું દુઃખ છે ! નાહકનું દુ:ખ ઊભુ કરવું ? શાંતિથી રહેવું અને થાય તેવું ધર્મધ્યાન કરવું. આવા મંતવ્યને કારણે તેઓ સદાય પ્રસન્ન રહેતા. કહેતા ગૂંચ પાડવી નહિ, પડે તો સમતાથી ઉકેલવી. વિભાગ-૩
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org