________________
પાછા જૂની ધરતી પર, દાદીની ચિર-વિદાય :
હવે આપણે પાછા જૂની ધરતી પર જઈએ, મોસાળમાં દાદીની દશા દયનીય હતી. એકલી રાંધી ખાતી. હવે શરીર પણ ચાલતું ન હતું. સંભાળ પણ લેવાતી નહિ. અમારા પર પ્રતિબંધ હતો. એક વાર બહેન કહે, ‘આપણે છાનામાના જઈને પણ ચાકરી કરવી જોઈએ ! બહેનની પણ સ્થિતિ નાજુક હતી. એટલે મેં જ કહ્યું કે હું મોસાળ જઈશ. બાપુજી ઠપકો આપશે તો સાંભળી લઈશ. વળી સાસરેથી જવાનું હતું. આમ વિચારી અમુક દિવસે ખાવાનું લઈને જતી. કપડાં ધોવાનું વિગેરે કરતી. દાદીને કંઈક રાહત થતી.
આ બધું વાંચીને સૌ એમ વિચાર કરજો કે કર્મની સત્તાના ગૂઢ ભેદ કેવા છે ! ક્યારે બાંધ્યા, કેમ બાંધ્યા એ પ્રશ્નોના કંઈ ઉકેલ નથી, કેવળ સમતાથી ભોગવ્યા સિવાય.
બાપુજીને કંઈ ગમ્યું નહિ. પણ અમે સાસરેથી જતાં એટલે ખાસ વાંધો ન આવ્યો. પછી તો દાદી પથારીવશ થયાં. મોટાં મામા-મામીએ નજીક ઘર લીધું હતું. નોકરીમાં મામાને લાંબી રજાઓ ભેગી થઈ હતી તેથી તેઓ આવ્યા. દાદીને તેમના ઘેર લઈ ગયા. મારે રોજ બે-ચાર કલાક મદદ કરવા જવું તેમ નક્કી કર્યું.
અતુલ શાળાએ જતો હતો. ઘાટી સારી રીતે સાચવે તેવો હતો, એટલે બધું ગોઠવાઈ ગયું. થોડા મહિનાની માંદગી ભોગવી. દાદી તેની દીકરી પાસે પહોંચી ગઈ. દાદીનું જીવન અશાંતિમાં ગયું હતું. પરંતુ પુણ્યયોગે અંતિમ બીમારીમાં શાતા પહોંચે તેમ તેમની સેવાચાકરી થઈ. અંતે તેમણે શાંતિપૂર્વક ચિર વિદાય લીધી. મને થયું કે દાદીએ જન્મ સાથે નવકાર આપ્યો હતો, ત્યારથી મારી મંગલયાત્રાનો પ્રારંભ થયો હશે, સમય જતાં તે વિકાસ પામી. તેની સેવાચાકરી કરવાની તક મળતી તેમાં એક ઋણનો ભાવ સમજું છું. ભાઈની ચિરવિદાય :
આમ લગભગ સાત વર્ષો નાની બાબતોને ગૌણ કરીએ તો સુખપૂર્વક પસાર થયાં. ૧૯૪૩ માં ત્રણ દિવસની ટૂંકી બીમારી ભોગવી લગભગ અઠ્ઠાવન વર્ષની વયે ભાઈનું અવસાન થયું. ત્યારે ભાભી લગભગ આડત્રીસ મારી મંગલયાત્રા
૫
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org