________________
વર્ષનાં હતાં. એટલે યુવાન જ હતાં. તેમને માથે દુઃખ આવી પડયું.
તેઓને તો પિતાના વિયોગે ઘણો ક્ષોભ પેદા થયો. છતાં સમય તો વણથંભ્યો વહે છે.
ભાઈના અવસાન પછી “તેઓએ ભાભીને કંઈ પણ ઓછું ન આવે તેમ બધી જ સગવડ કરી દીધી. ખરેખર ! અમને બંનેને ભાભી દુ:ખી થતાં ત્યારે તેનું દુઃખ લાગતું. માંગણી પ્રમાણે આપતા તેથી વળી કંઈ શાંતિ જળવાતી. પણ તે ઉપર ઉપરની હતી. વડીલ વીલ વડે યોગ્ય વ્યવસ્થા કરી ગયા હતા. હાલનો બંગલો અતલના નામે કરી ગયા હતા. ભાભીને તેમાં અમુક ભાગમાં જીવે ત્યાં સુધી રહેવાનો હક્ક હતો. તે ઉપરાંત અમુક રકમ પણ તેમના નામે કરી હતી. પણ ભાભીને તે માન્ય ન હતી. એટલે અસંતોષનું દુઃખ રહ્યા કરતું હતું. વળી પેલા સંતના કહેવા પ્રમાણે અનુષ્ઠાનમાં ધનના ઉપયોગની મર્યાદા ચૂકી જતાં અને દુ:ખી થતાં. દક્ષાનો જન્મ :
ભાઈના અવસાન પછી ૧૯૪૪માં દક્ષાનો જન્મ થયો. જન્મથી જ હૃષ્ટપુષ્ટ દેહ, પ્રિય લાગે તેવી મુખાકૃતિ હતી. તેઓ સ્વયં પ્રેમાળ હતા. તેમને દક્ષા અત્યંત પ્રિય. મોટી થતી ગઈ તેમ તેમ ભદ્રિકપણાને લીધે સરળતાથી ઉછેર થતો. લક્ષ્મીબાને તથા સૌને પ્રિય લાગતી. તેને નિદ્રાયોગ સારો હતો એટલે મારી ધર્મારાધનામાં અનુકૂળતા રહેતી. જીવનમાં વ્રતનો પ્રારંભ-બ્રહ્મચર્ય વ્રતમાં ક્ષતિ :
આમ સાંસારિક રીતે સુખભોગમાં રાચતું અમારું જીવન પસાર થઈ રહ્યું હતું. પુણ્યયોગે ધર્મપ્રવૃત્તિની તક મળી હતી. પોળમાં વડીલે સર્જન કરેલા ઉપાશ્રયને નિમિત્તે ચાતુર્માસમાં ઉપાશ્રયમાં પૂ. આચાર્ય ભગવંતોની પધરામણી થતી. તેમાં વડીલ અને તેઓની સાથે અમે પણ વ્યાખ્યાનમાં જતા. તે સમયે કથાનુયોગની વિશેષતા રહેતી, સાથે રોજના જીવનના પાપોથી વિરામ પામો તેવો બોધ પણ મળતો.
એક ચાતુર્માસમાં આચાર્યશ્રીએ પ્રથમનાં પાંચ પાપ પૈકી મૈથુનસેવનઅબ્રહ્મના પાપનું વર્ણન કર્યું. જેમાં અસંખ્ય જીવોની હિંસા થાય. જીવને તેમાં તીવ્રરાગ થાય એટલે દુર્ગતિનું કારણ છે. તેમાં કેવળ સ્પર્શ સુખની વિભાગ-૩
૭૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org