________________
તેથી યોગ્ય શ્રાવક-શ્રાવિકાએ આ કાર્ય કરીને ત્યાંના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂરી કરવી. આથી તમારે તે પ્રતિબંધનો નિયમ લેવાની જરૂર નથી.” - પૂ. શ્રી તેમના જ અનુભવથી કહેતા : સાચા હૃદયથી ભક્તિ કરો અને જીવને વૈરાગ્યનો ગુણ ન પ્રગટે એવું ન બને. ભગવાને મને પૂછ્યું હતું કે તે ભક્તિ કરી, હવે આગળ વધ. અને તેમના ચિત્તમાં ચમકારો થયો કે અહો ! ભગવાન કહે છે સંસારત્યાગ કર. તે જ પળે તેમણે મંદિરમાં સર્વ વિરતિના મનોમન પચ્ચકખાણ લીધા અને બત્રીસ વર્ષની ઉંમરે સહકુટુંબ, સંસારત્યાગ ર્યો. એટલે કહેતા : સાચી ભક્તિનું કાર્ય વિરક્તિ છે. વિરક્તિ વૈરાગ્યને પેદા કરે છે, તે વૈરાગ્ય જ સ્વયં સ્વભાવ છે, આત્માનુભૂતિ છે.
કોઈ વાર તેમના સાન્નિધ્યમાં આશ્ચર્ય એ થતું કે હજારો માનવોને નવકારમંત્ર અને વાસક્ષેપ પ્રદાન કર્યા પછી જાણે કોઈને મળ્યા જ નથી તેમ પાટ પર જ્ઞાનસારની નોંધપોથી લઈ અધ્યયનમાં લીન થઈ જતા કે ઓરડો બંધ કરાવી પ્રભુસ્મરણમાં લીન થઈ જતા. તેમાંથી નિખરેલું અધ્યાત્મ અન્યને માટે પણ લાભદાયી થતું. હજારો માનવો તેમનાં દર્શન માટે તાપમાં તપે, કોઈ વાર જાતે આ જોતી ત્યારે વિચાર થતો કે આમાં તેમની પવિત્ર અને સર્વ જીવોના કલ્યાણની ભાવના જ છે. જીવોની ઊંડી સમજ ન હોય તો પણ તેમના સમાગમમાં કલ્યાણ થશે તેવો વિશ્વાસ સૌને પ્રેરણા આપતો. યોગીનું લક્ષણ જ છે કે તેમનું અસ્તિત્વ તાપ-સંતાપ દૂર કરે. થોડાં વર્ષ પણ મારા ભાગ્યમાં તેમનું યોગત્વ માણવાનું મળ્યું.
ભક્તોની ભાવનાનો સાક્ષાત્ દર્શન-અનુભવ તો તેમના અંતિમ સંસ્કારને દિવસે થયો. કહેવાય છે કે યોગીજનોને ભાવિની ઘટનાના સંકેત મળતા હોય છે. ૨૦૦૧નું ચાતુર્માસ તેમની આ દેહસ્થિતિની જન્મભૂમિ ફલોદિમાં નક્કી થયું હતું. ફલોદિના ભક્તોએ કહ્યું આ વર્ષે તો અમે આપનો છેડો છોડવાના નથી. અને એ ભૂમિનું ઋણ ચૂકવવાનું હોય તેમ પૂ. શ્રીએ સાધુ-સાધ્વી સમુદાય સાથે ફલોદિ ચાતુર્માસ કર્યું.
ચાતુર્માસ પૂરું થયા પછી ફલોદિથી ચતુર્વિધ સંઘ સાથે પ્રયાણ કર્યું. છ'રી પાલક સંઘ શંખેશ્વર જવાનો હતો. માર્ગમાં પ્રતિષ્ઠા મહોત્સવ જેવાં કાર્યો, દીક્ષા-પ્રદાનનાં કાર્યોની હારમાળા લાગી હતી. અથાગપણે પ્રસન્ન અને નિઃસ્પૃહભાવે તે કાર્યો સંપન્ન થતાં. પૂ. શ્રીની સાથે માનવ-મહેરામણ તો હોય જ. એ ધરતીનું ઋણ ચૂકવવા જાણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા.
મારી મંગલયાત્રા
વિભાગ-૧ર
૩૪૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org