________________
વીણા મહેન્દ્ર ખંધાર દંપતી સાત્ત્વિક જીવનવાળાં અને ધર્મરુચિમાં ઉત્સાહિત છે. સાથે સંતોની સેવાપરાયણતા ખરી. તેમણે પોતાના નિવાસે એવી ગોઠવણ કરીને એક મોટો ખંડ અલગ રાખ્યો છે. તે સાધના માટે ખૂબ અનુરૂપ છે.
મહેન્દ્ર વહેલી નિવૃત્તિ લીધી હોવાથી અભ્યાસ માટે સમય મળી રહે છે. પોતાનું જ પુસ્તકાલય અને નાનું પ્રભુમંદિર હોવાથી એકાંતમાં સાધના કરવાનો લાભ લે છે. પરિમલને કથંચિત આ વાતાવરણથી સન્માર્ગે જવાની પ્રેરણા મળી હતી. તેમનો નિવાસ પણ પ્રવચનકારો અને સંતોથી સેવાયેલો છે. તેઓ કહે છે કે અમે તેની પવિત્રતા અનુભવીએ છીએ. આથી બંને પ્રસન્નચિત્તથી સાધના કરે છે.
- મહેન્દ્રની સ્મૃતિ સારી છે એટલે ભક્તિપદોનો કંઠે સંગ્રહ સારો છે. વળી શાસ્ત્રાભ્યાસ કરેલો હોવાથી એલ. એ. કેન્દ્રમાં નવતત્ત્વના, તત્ત્વાર્થસૂત્રના વર્ગો લઈ શ્રી ગિરીશભાઈને સહકાર આપે છે. તે ઉપરાંત કેન્દ્રની પ્રવૃત્તિમાં તન, મન-ધનથી સેવા આપી રહ્યા છે. નાનામોટા સૌને પ્રિય લાગે તેવું તેમનું વ્યક્તિત્વ છે. વીણાની પ્રકૃતિ પરોપકારની ભાવનાવાળી છે. ત્યાં વૃદ્ધો વડીલોની સેવા તથા કેન્દ્રનાં કાર્યોમાં સહાયકારી છે.
તેમના ત્રણ પુત્રો તૈયાર થઈ ગયા છે. તેઓ સુસંસ્કારી છે. હવે વીણા-મહેન્દ્ર ઘણુંખરું વર્ષમાં ચાર-છ માસ કોબા સાધના કેન્દ્રમાં પૂ. શ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં નિવૃત્તિ લઈને સાધના કરે છે. સેવાભાવી હોવાથી સંસ્થામાં નિઃસ્પૃહતાથી સેવાકાર્ય પણ કરતા રહે છે તથા સ્વાધ્યાય વર્ગો પણ કુશળતાથી ચલાવે છે.
વળી મારી સાથે યાત્રાસ્થળોએ જઈ સાન્નિધ્ય ટકાવી રાખે છે. પોતાના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો ઉલ્લાસ છે અને માનસિક બળ પણ છે એટલે તેમની સાધના યથાશક્તિ વિકસતી જાય છે. સવિશેષ તેઓ પૂજ્યશ્રીની નિશ્રામાં રહી શિબિરનું તથા લેખનકાર્ય સંભાળે છે.
અંતર્મુખ સાધનાની વૃદ્ધિ વિષે મારી સાથે તેમની ચર્ચા-વિચારણા થઈ હતી. તેવા અભિગમની દૃઢતા માટે પરિગ્રહ પરિમાણની અલ્પતા કરી છે. જીવન તો સાદું છે જ. આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનો નિર્ણય પણ પૂ.શ્રીની નિશ્રામાં કરેલો છે. પૂ.શ્રીના માર્ગદર્શનથી તેમના જીવનમાં સહજ જ ગુણવૃદ્ધિ થતી જાય છે. આ જન્મમાં માર્ગની દઢતાના સંસ્કાર પામીને જવાની તેમની આંતરિક ભાવના બળવાન છે તે માટે શુભેચ્છા.
વિભાગ-૧૧ Jain Education International
૩૧૦ For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org