________________
છે. .શ્રીની જિહવાના બંને કામ મિતલક્ષી અને સંયમિત છે, અર્થાત્ આહાર સંયમ અને વાણીનો સંયમ તેમને આત્મસાત્ છે તે અનુભવમાં આવે છે. મૈત્રી આદિ ભાવનાઓથી તેઓ ભાવિત છે.
પૂ.શ્રીના બોધનો સાર મુખ્યત્વે ભક્તિપ્રધાન અને તત્ત્વબોધનો હોય છે. તેમના પ્રવચનો સરળ, રસાળ, માર્મિક હોય છે.
‘મિથ્યાગ્રહનો ત્યાગ કરવો, પ્રમાદ વર્જિત, વિષલોલુપતાથી મુક્ત રહેવા વીતરાગતા પોષક સદ્ભુતનું નિરંતર શ્રવણ-વાચન કરતા રહેવું. ગુરુગમે કષાયને ઉપશાંત કરી શાશ્વત સુખ મેળવવા માટે આ માનવદેહ મળ્યો છે. તે માટે સત્પાત્રતા કેળવવી”.
તેઓનું જીવન ત્યાગપરાયણ, પ્રયોગાત્મક અને વૈર્યમાન છે. ભેદજ્ઞાન જેવા તત્ત્વબોધ સાથે તેઓ ભક્તિમાર્ગની વિશેષતા દર્શાવે છે, જે જીવો માટે સરળ છે.
તેઓ કહેતા હોય છે : આ દેહ જીવતું શબ છે, તેના મોહથી કર્મસત્તા સંસારમાં રખડાવનાર છે. તે માટે પ્રભુભક્તિ દ્વારા નિર્મમત્વ થવું.
સગુરુના બોધના સાફલ્ય માટે સત્પાત્રતા કેળવવી તેમની આજ્ઞાનું પાલન કરવું. અંતરંગ જાગૃતિ રાખવી. તે માટે અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત થવું. આ માર્ગ મહાપુરુષાર્થનો છે. માટે સતત સંત-સમાગમના ગ્રાહક રહેવું.'
શ્રીમદ્ રાજચંદ્રજીના સાધના ક્ષેત્રો વિસ્તૃત છે. ૧૯૮૧માં શ્રી સોનેજીની પ્રેરણાથી અમદાવાદની નજીક ૨૨ કિ.મી. દૂર કોબા ગામની હદમાં આશ્રમની સ્થાપના થઈ. તે પહેલાં તેઓશ્રીની નિશ્રામાં યોજાતી શિબિરોમાં પ્રવચન માટે જવાનું થતું. ત્યાર પછી આ કેન્દ્રમાં નિવૃત્તિ માટે રહેવાનું ઘણું અનુકૂળ થયું. વળી તેઓશ્રીના સભાવથી સ્વાધ્યાયસમાગમનો લાભ મળતો.
આશ્રમમાં તેઓશ્રીની સ્થિરતાને કારણે મુમુક્ષુઓ પણ નિવૃત્તિ માટે રહેતા. તેઓની સાધના માટે નિત્યક્રમનું આયોજન થતું. સવિશેષ ભક્તિસત્સંગને કારણે સાધનામાં સરળતા રહેતી. સામૂહિક આયોજન ઉપરાંત તેઓશ્રી વ્યક્તિગત માર્ગદર્શન આપતા.
સવારે ૫ થી ૭ વાગે ભક્તિ-આલોચના, પછી અંગત દિનચર્ચા, ૯-૩૦ થી ૧૧-૩૦ સ્વાધ્યાય-સત્સંગ થતા. અંગત કાર્ય, વ્યક્તિગત આરાધનાનો સમય રહેતો. ૩-૩૦ થી પ ચર્ચા, પ્રશ્નોત્તરી, અન્ય પ્રવચનો
૨૩૮
મારી મંગલયાત્રા
---
--
~
---
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org