________________
છતાં સૌ સાધકો તેમની નિશ્રામાં સમાઈ જાય તેવા વિશાળ વડલા જેવું તેમનું વ્યક્તિત્વ છે. આમ સ્વ-પર શ્રેયરૂપ તેમના જીવનથી મળતા બોધથી ચાહકોનું આકર્ષણ વૃદ્ધિ પામ્યું. આથી સૌની ભાવના લક્ષ્યમાં રાખી તેની વિચારણા કરી ૧૯૮૧-૮૨માં અમદાવાદથી ૨૨ કિ.મી. દૂર ગાંધીનગરના કોબા ગામની સરહદે, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપના થઈ. આથી ક્રમે કરીને તેઓ મહદ્અંશે પારિવારિક સંબંધ અને વ્યવસાયથી મુક્ત થઈ આશ્રમમાં રહેવા લાગ્યા.
એ દરમ્યાન તેઓએ મને આશ્રમમાં આરાધના-સ્વાધ્યાય માટે આમંત્રણ આપ્યું. તેમના મેધાવી, જ્ઞાનવૃદ્ધ, સરળચિત્ત અને નમ્રસ્વભાવી ગુણોનું મને દર્શન થતાં તેમનું સાન્નિધ્ય અનુકૂળ રહ્યું. તેમના સ્વાધ્યાયમાં સદાચાર-શીલયુક્ત જીવન અને સ્વરૂપલક્ષ્યનું સમન્વયકારી વક્તવ્ય આનંદદાયક રહેતું. તેઓનો વિશેષ ઝુકાવ દિગંબર આમ્નાયનો છે, છતાં તેઓ વિશાળતા ધરાવે છે.
થોડા સમય પછી તેઓ વિશેષ નિવૃત્તિમાં સાધના કરવા લાગ્યા. વિશેષ પ્રકારે ત્યાગ અને સંયમજીવન સાથે સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ સહજ રીતે વિકસતી ગઈ. તેમના ચાહકોનો તેમના પ્રત્યે અતિ આદર છે, તેઓને ગુરુપદે રાખી સૌ આજ્ઞાપાલનથી સાધના કરી રહ્યા છે. ત્યાગસંયમની વૃદ્ધિ સાથે જેવા ભાવ છે તેવું નામકરણ કર્યું છે : “આત્માનંદજી.” સંતશ્રી આત્માનંદજી નામે હાલ તેઓ પરિચિત છે. નામથી મુકુદ સોનેજીનું જીવન હવે ઉત્કૃષ્ટ સાધનાના અભિગમે યથાનામ પ્રવૃત્ત છે.
મને તેમના સમાગમ અને બોધનો ઘણો લાભ મળ્યો છે, તે માટે તેઓ મારા ઉપકારી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આશ્રમનો અનેકવિધ વિકાસ થઈ રહ્યો છે. તેના પ્રણેતા તેઓ છે. તેઓનું સંતત્વ સૌને સ્પર્શે છે.
સાંસારિક જીવનસાથી ડો. શર્મિષ્ઠાબહેનને હું “ઋષિપત્ની' કહેતી. તેમને પરોપકાર તથા સમતગુણ આત્મસાતુ છે. પતિના ત્યાગજીવન સામે એમણે ક્યારેય અંતરાય ઊભો કર્યો નથી. પત્નીને સ્ત્રી પ્રકૃતિ પ્રમાણે પતિનું ત્યાગીજીવન સ્વીકારવું કઠણ પડે તોયે તેમણે હસતે મુખે તે નિભાવ્યું
છે.
વળી શ્રી આત્માનંદજીની ભાવના એવી કે જો સાચો માર્ગ મળ્યાનો યોગ છે તો સંસારનો મોહ છોડવો. આ બોધને ગ્રહણ કરી એક આરાધક તરીકે તેઓ પણ હવે આશ્રમમાં રહી ઘણી નિવૃત્તિ ગાળે છે. સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિમાં સૌની ચાહના મેળવી છે. આશ્રમમાં તેમનું જનપ્રિયત્ન મારી મંગલયાત્રા ૨૩૭
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org