________________
દિવ્યદર્શનાશ્રીજી છે. તે આજે પણ મારા પ્રત્યે એવો જ આદર રાખી નિવાસે આવે છે. સારી રીતે ચારિત્રપાલન કરે છે. અમારા આવા સાધકોનો યોગ તે ધનભાગ્ય છે. આદરણીય પૂ. શ્રી આત્માનંદજીનો પરિચય તથા સમાગમ :
પૂ.શ્રીનું જન્મથી નામ મુકુંદ સોનેજી. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી, ડૉકટરની ડિગ્રી મેળવી કુશળ ડૉક્ટર તરીકે કામગીરી બજાવતા હતા. પોતાના જ સ્વબળે એ ક્ષેત્રે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. કૌટુમ્બિક જીવનમાં શર્મિષ્ઠાબહેન જેઓ ડૉક્ટર છે, તેમની સાથે લગ્ન થયાં. બંને પોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયાં હતાં. એક સંતાનની પ્રાપ્તિ થઈ હતી.
એક વાર તેઓને ભયંકર માંદગી આવી, ત્યારે ભાવિનું કોઈ ગૂઢ નિર્માણ તેમાં છુપાયેલું હતું કે શું ? તે સમયે તેમના હાથમાં “શ્રી કુંદકુંદનાં ત્રણ રત્નો” પુસ્તિકા જેમાં દિગંબર આચાર્ય ભગવંતશ્રી કુંદકુંદાચાર્યરચિત સમયસારાદિ ગ્રંથોનું સંકલન હતું એના અધ્યયને એવું ઊંડાણ પડ્યું કે તેઓ સ્વયં ગ્રંથનું મંથન કરવા લાગ્યા.
(સાંભળેલું) આ શરીર રોગનું ઘર, આત્મા તેનાથી ભિન્ન કેવળ સચિત્ આનંદમય. એ મંથનમાં એમનો વિચારકળશ આત્મા પર ઢળ્યો. બાળપણમાં માતાપિતા તરફથી મળેલા સંસ્કારો અને સંતસમાગમરૂપી સરોવરમાં કરેલાં છબછબિયાં જાણે સરિતાના પ્રવાહમાં પહોંચ્યાં, આત્મા જાગ્યો. શરીર થાકેલું નિદ્રાધીન થાય, આત્મા જાગેલો વધુ સંશોધન કરે તેમ ડૉ. મુકુંદનું આંતરિક જીવન પરિવર્તન પામ્યું.
ડૉક્ટરીના અભ્યાસકાળથી જ શાસ્ત્ર-અધ્યયન કરતા. વળી સંતોનો સમાગમ થતાં શાસ્ત્રાભ્યાસ વૃદ્ધિ પામ્યો. સ્વાત્મા પ્રત્યે ઝુકાવ વૃદ્ધિ પામતાં ક્ષયોપશમ વિકાસ પામ્યો. ત્યાં વળી તેઓને શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતોનો યોગ થયો. તેઓ કહેતા કે આચાર્ય ભગવંતોના તાત્ત્વિક શાસ્ત્રબોધથી સ્વાત્મસ્વરૂપનું નિશ્ચયરૂપ લક્ષ્ય થયું. પણ તે માર્ગે ચાલવાનું શ્રી વચનામૃતથી સમજાયું. સન્માર્ગનાં ગૂઢ રહસ્યો ઊકલતાં ગયાં.
આ અભિગમે લગભગ ચાલીસ આસપાસ વર્ષની વયે, જ્યારે ડૉક્ટરી ધીખતી ચાલતી હતી ત્યારે તેમણે આંશિક નિવૃત્તિનો અભ્યાસ શરૂ કર્યો. પોતે સ્વાધ્યાય પ્રદાન કરતા, શિબિરો ગોઠવતા, પોતાના ત્યાગ અને તપના બળે તેમના ચાહકોની સંખ્યા વધી. સૌને લાગ્યું આપણું સાધના માટે નિવૃત્ત સ્થાન હોય તો સારું.
તેઓ મત પંથના આગ્રહી નથી. મુખ્ય પદ્ધતિ દિગંબર આમ્નાયની વિભાગ-૯
૨૩૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org