________________
મન વાળી લેતી. ઈડરની સહસાધનાને કારણે ઈડરની ભેટ કહું છું.
કોઈ વાર સાથે યાત્રામાં આવતી. હું માંડવી જતી ત્યારે તેમના પિતાને ઘરે જતી. તેની દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ માતાપિતા મંજૂરી આપતાં નહિ. તેઓ કોઈ શ્રીમન્ના ભક્તને મળેલા, તેમણે સલાહ આપી કે આ કાળમાં દીક્ષાનો કંઈ અર્થ નથી. કષાયમુક્ત થવું તે ધર્મ છે. આ વાત તેમના મનમાં ઠસી ગઈ.
હું માંડવી ગઈ ત્યારે ચર્ચા થઈ મને કહે : કષાયમુક્ત થાય પછી દીક્ષા લે. વળી હવે અમારી ઉંમર થઈ છે.
મેં કહ્યું : “વર્ષા શું કષાય કરે છે ! વળી કષાયના સંસ્કાર તો સામાન્ય રીતે હોય તે નાશ કરવા ચારિત્ર છે. વળી તમારે પુત્ર છે, આ માનવભવમાં જ દીક્ષાનો યોગ હોય છે. શ્રીમદે દીક્ષાની ના પાડી નથી, એ ખોટો ખ્યાલ છે. તમે વૃદ્ધ થયા છો, વળી તમે ન હોય ત્યારે હર્ષાએ શું કરવાનું? ભાઈ ભાભી સાથે સંસારમાં રહે તેના કરતાં ઉપાશ્રયે ગુરુની નિશ્રા વધુ સારી છે. જેટલાં કર્મ ચારિત્રથી ખપશે તેટલાં કંઈ સંસારમાં ખપવાના નથી. વળી આમેય તેનામાં ક્લેશની મંદતા છે.
આમ ચર્ચા થઈ. તેમને ગળે વાત ઊતરી હશે. હર્ષાના અંતરાય ખપ્યા હશે. માતા-પિતાએ રજા આપી. તેની દીક્ષા પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના સમુદાયમાં થવાની હતી. તેથી ગુરુદેવની આજ્ઞા માટે તેમનાં ગુણીનો પત્ર આવ્યો. તે સમયે આચાર્યશ્રી સૂરત હતા, ત્યારે યોગાનુયોગ હું સૂરત ગુરુદેવ પાસે વાચના માટે ગઈ હતી. તે પત્રમાં મારા નામનો ઉલ્લેખ હતો કે હર્ષાએ સુનંદાબહેન પાસે આરાધના કરી છે.
- હું વાચના સમયે ગુરુદેવ પાસે ગઈ. તેમણે પૂછ્યું કે “તમે માંડવીની હર્ષાને ઓળખો છો ?'
હા, તે મારી સાથે રહેતી હતી. અભ્યાસી, આચારયુક્ત અને વિનયી છે.”
“તેને દીક્ષા લેવાનું મુહૂર્ત આપવાનું છે.”
મારાથી સહજ કહેવાઈ ગયું: “સાહેબજી ! તેને ક્રિયાઓની વિશેષતા અનુકૂળ નહિ પડે, શાસ્ત્રાભ્યાસ મૌન-ચિંતનની રુચિવાળી છે.”
ગુરુદેવે પત્રમાં આજ્ઞા લખી, સાથે જણાવ્યું કે તેના ગુણી નોંધ લે કે તેની પાસે ક્રિયાનો વિશેષ આગ્રહ ન રાખે, તેમ સાધુજીવનને યોગ્ય ક્રિયામાં તે પ્રમાદ ન કરે વિગેરે.
- ત્યાર પછી હર્ષા “દૃઢપ્રતિજ્ઞાશ્રી” સાધ્વી થયાં. તેના ગુરુ મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org