________________
સંદેશો આપે છે તે જ તેમની ચિરસ્મૃતિ છે. પરંતુ મારો આંતરિક વિસામો હતો તે વિરામ પામ્યો.
પૂ. પંડિતજી બોધની ભાષામાં વિશેષ કંઈ કહેતા નહિ પરંતુ તેમનું સત્યપરાયણ, આર્કિન્ય, નિઃસ્પૃહભાવ, મનોબળ જેવા ગુણો ઘણું શીખવતા. કોઈ વિષયની સમજણ આપે ત્યારે તેના ઊંડા સ્તરે લઈ જાય. પૂ. પંડિતજીના સાન્નિધ્યનો યોગ લગભગ ૨૫ વર્ષ રહ્યો. તેમાં ઘણું મનોબળ અને સત્યનિષ્ઠા કેળવાયાં, દઢ રહ્યાં. જે આજ સુધી જળવાયાં છે. પિતા સમાન વાત્સલ્ય એ વખતે મારી મૂડી હતી. તેમના સમાગમથી મારા મનની સ્વસ્થતા પુનઃ પાંગરતી હતી.
જયારે વેતનથી કામ કરતા ત્યારે જે કંઈ ભેગું થયેલું તેના વ્યાજ માંથી (અલ્પ આવક) નિભાવ કરતા. વળી તેમના દેહવિલય પછી જેની સેવા મળેલી તે સૌને તે રકમ આપી દેવાનું લખીને આપ્યું હતું. આમ જાણે પાછળ કંઈ લેવાદેવાની કોઈ ખટપટ ન હતી. આ તેમનો બોધ હતો. લાંબા જીવનનો પણ સઘન અને આચારયુક્ત બોધ તેમના જીવનને વાચા આપતો. આ કાળની બોધદાયક આશ્ચર્યકારી ઘટના : પૂ. શ્રી રમણીકભાઈ અને તારાબહેનનો પરિચય
ગાંધીજીના ચુસ્ત અનુયાયી અમદાવાદના રમણીકલાલ અને તારાબહેન મોદી હતાં. તેમનો પરિચય બાપુજીએ (શ્રી ત્રિકમલાલે) કરાવ્યો હતો. રમણીકભાઈએ ૧૮ વર્ષની યુવાનવયે સાધુસંપર્કમાં આવતાં દીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં તો ગાંધીજીના પરિચયમાં આવ્યા. તેમાનાથી ખૂબ પ્રભાવિત થયા. બાપુના કહેવાથી સત્યાગ્રહમાં જોડાયા.
બાળપણમાં તેમનાં ઘોડિયા લગ્ન થયેલાં. હવે તેઓ તો ગૃહસ્થપણે રહ્યા. એટલે કન્યાના વડીલોએ લગ્નનો પ્રસ્તાવ મૂકયો. ખૂબ દબાણ લાવ્યાં. કાકાએ તો દીક્ષા લેવાના ભાવથી આજીવન બ્રહ્મચર્ય લીધું હતું. કન્યાના વડીલો માને નહિ. અમે સૌ તેમને કાકા-કાકી કહેતાં હતાં.
- કાકા તો ગયા ગાંધીજી પાસે. બાપુને બધી વાત જણાવી બાપુ કહે, “કન્યા અને તેમનાં વડીલોને કહો કે લગ્ન કરું પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધેલું છે તે પાળીશ.”
કાકાને ઉકેલ મળી ગયો. તેમણે વડીલોને વાત કરી. કન્યા જ સ્વયં વિભાગ-૬
૧૪૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org