________________
હકીકતોથી હું અજ્ઞાત હતી. પરંતુ તેઓ મારે ત્યાં મુંબઈમાં રહ્યા ત્યારે તેમનાં વ્યક્તિત્વ, જ્ઞાનપ્રતિભા, સાધુ જેવા આકિંચન્યના ઉચ્ચગુણોથી મને તેમનું સાન્નિધ્ય રુચ્યું હતું અને લાભદાયી જણાતું હતું. તેઓએ મને ક્રિયાની શુદ્ધિ, જીવનમાં સત્યનું સ્થાન વિગેરે જણાવ્યું હતું પરંતુ ક્યારેય ક્રિયાનો નિષેધ કહ્યો ન હતો. જોકે ગાંધીજીના પરિચયે તેઓ મને રચનાત્મક કાર્ય માટેનું ધ્યાન દોરતા, અને તે મારે માટે યોગ્ય માનતા. આથી મેં પણ તે પ્રમાણે માનવસેવાના કાર્યમાં ઝુકાવ્યું.
૧૯૭૮માં તેમનો દેહવિલય થયો ત્યારે ૯૮૯૯ વર્ષની તેમની વય હતી. જોકે તેમણે શારીરિક પ્રતિકૂળતાને કારણે લગભગ વીસેક વર્ષથી બહારની પ્રવૃત્તિઓ સંકેલી લીધી હતી. વિદ્વજનો કે વિદ્યાર્થીઓ તેમની પાસે આવતા તેમને યોગ્ય માર્ગદર્શન આપતા. સ્વયં ચિંતનપ્રધાન પ્રકૃતિના હતા એટલે મહદ્દઅંશે તેઓ ચિંતનમાં જ વધુ રત રહેતા તેવું લાગતું. તેમની સ્મૃતિ છેલ્લા સમય સુધી સતેજ હતી. કોઈ વિદ્વજન સાથે ચર્ચા કરતા ત્યારે જે કંઈ પ્રશ્ન હોય તેનો શાસ્ત્રકથન કે તે તે પ્રસંગોને તાદશ્યપણે કહી દેતા.
પંડિતજી તો પોતાના ચિતન વિગેરેમાં જ રહેતા. તેમની બાહ્ય સગવડ તેમના ભત્રીજાથી સચવાતી. તેમને અન્ય જરૂરિયાત હતી નહિ. વ્યાખ્યાન વિગેરેની પ્રવૃત્તિ તો સમેટી લીધી હતી તેમની જે કંઈ મૂડી હતી તેના વ્યાજમાંથી બધું નભતું હતું. વસ્તુની મોંઘવારી થઈ. આવક તો વધવાની ન હતી. એટલે પોતાના જ આયોજનમાં ફેરફાર કર્યો. મોસંબીના રસને બદલે લીબુ પાણી, દૂધ-વપરાશમાં ઘટાડો. કપડાં તો બે જોડ જ રાખતા. એક ઓઢવાની ચાદર કે ધાબળો. એક જોડ જૂતા. આ તેમની જીવન-સામગ્રી.
તમે જાણો છો ? તેમના બેચાર ભક્તો ઘણાં શ્રીમંત હતા. તેઓ કઢાયુ દૂધ અને મોસંબીના રસ પૂરા પાડે તેમ હતા. પણ તેમણે તો આવક-જાવકમાં સ્વાતંત્ર્ય રાખ્યું હતું.
એક વાર મારા જાણવામાં આવ્યું ત્યારે હું તરત જ ઘીનો ડબ્બો અને મોસંબીનો કરંડિયો લઈને ગઈ. ઘરમાં મુકાવ્યા. સુશીલાએ પંડિતજીને વાત કરી.
પંડિતજી મને કહેઃ જુઓ, મારે તો વ્રત છે કે કોઈનું કંઈ લેવું નહિ. વિભાગ-૬
મારી મંગલયાત્રા
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org