________________
શારદાબહેન અને પછી એક દીકરો જગતચંદ્ર (પતિ) થયો. પત્ની પ્રસૂતિ પછી ટી.બી.નો ભોગ બન્યાં. બેએક વર્ષ પતિએ ઘણો શ્રમ કરી, ધન ખર્ચી સેવા કરી પણ કુદરતને આ સુખના દિવસો માન્ય ન હતા અને પત્નીને કાળ ભરખી ગયો. લોકસંજ્ઞા કહેતી અરે ! ભોગવવા જેવું થયું અને ચાલી. સૌ કાળને દોષ દેતા. કાળ શું કરે ? તેનું કાર્ય જે કાળે જે પળે કરવાનું હોય ત્યારે કરે. તેમાં ઈન્દ્ર, ચંદ્ર અને જિનેન્દ્ર પણ અપવાદ નથી. તો પછી માનવનું શું ગજું ? પણ લોકદષ્ટિ યુક્તાયુક્ત હતી.
જેમ પિયર પક્ષે બહેને ઘણા સમય પછી પૂર્વ જીવનની વાતો કરી હતી તેમ શ્વસુરમાં પણ (નણંદ) બહેને વાત કરેલી. તેના આધારે જ આ વિગત લખાઈ છે. પ્રથમ પત્નીના બે દીકરીઓના લગ્ન થઈ ગયાં હતાં. તેમાંનાં મોટાબહેને પણ બાળકો મૂકી યુવાનવયમાં ચિરવિદાય લીધી હતી. બીજા મંજુબહેન હયાત હતાં. ઓહ એ કાળે સ્ત્રી અને બાળકો ટપોટપ કાળને આધીન થતાં.
મારાં સાસુનું નામ પણ ચંપાબા હતું. તે પણ શાંત અને ગુણિયલ હતાં. સુખના દિવસો ટૂંકા હતા. તેઓ પણ ચૌદ વર્ષની દીકરી અને નવ વર્ષનો દીકરો મૂકી ભરયુવાનીમાં સદા માટે પોઢી ગયાં. જેમ પિયર પક્ષે બન્યું તેવું જ પુનરાવર્તન સાસરા પક્ષે બન્યું હતું. કાળે જાણે સ્પર્ધા માંડી હતી કે શું? ગુણિયલ પત્નીને સાજી કરવાના શ્રમ અને ભાવ છતાં લખ્યા લેખ કોણ મિટાવી શકે ? સસરાજી ઘણા દુઃખી થયા. અશુભના યોગે તેઓ પણ સખત માંદગીમાં પટકાયા. સંધિવાનું દરદ અસહ્ય હતું. ભાગ્યયોગે બીમારીમાંથી ઊઠયા પણ જિદગીભરની પગની ખોડ બીમારીએ ભેટ આપી. અર્થાત્ લંગડાતા ચાલવાનું લમણે લખાયું. પ્રારંભમાં બન્ને કુટુંબ સરખી જ સંપન્ન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં :
નકરચંદનાં ત્રીજી વારનાં લગ્ન થયાં. નેમચંદભાઈનાં પણ ત્રીજી વારનાં લગ્ન થયાં. યોગાનુયોગ નવાબાનાં (શારદાબા) પ્રથમ બાનાં દીકરી અર્થાત્ ઓરમાઈ બહેન જેમને ચૌદ વર્ષની રૂપાળી કન્યા હતી, તેની માતા બાળવિધવા હતા. સ્થિતિ સામાન્ય હતી. વાંચનારને ગજબનું પુનરાવર્તન લાગશે. એ કન્યા (સુભદ્રા) માટે શું ખોટું અને શું સારું એ મારી મંગલયાત્રા
વિભાગ-૨
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org