________________
વિષે બોધ જોઈએ છે. તે વખતે તેમણે ગુણવિકાસની કેટલીક વાતો કહી. પછી મેં પડ્યું : સાહેબજી, થોડા દિવસ સમય આપી શકાશે ?
““અહીં પંદર દિવસ છું. કાલથી બપોરે ૧ થી ૨ આ ભાઈ સાથે આવજો.” મને આ પ્રણાલીનો સંસ્કાર એટલે તેમાં વધુ રુચિ થઈ. વળી તેમણે બે ગ્રંથ આપ્યા. તેનો અભ્યાસ રુચ્યો. તેમની ચારિત્રશીલતાની મારા મન પર સારી અસર ઊપજી.
મારા સંસ્કારમાં શ્વેતાંબર પ્રણાલીનાં અનુષ્ઠાનોનું માહાભ્ય હતું તેમાં વધુ વૃદ્ધિ થઈ. પછી શું બન્યું તે જોઈએ. પૂ. સ્વ. આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજીનો સમાગમ-બોધ : (સિદ્ધપુરુષ પૂ. આ. બાપજીના આજ્ઞાવર્તી હતા.)
પૂ. શ્રી યશોવિજયસૂરિજીએ તેઓનો પરિચય આ રીતે આપ્યો છે. “આચારચુસ્ત જીવન, ચિંતન સભર ચિત્ત, દેખીતી કડકાઈને પેલે પાર આશ્રિતોના કલ્યાણની સતત ચિંતના કરતું મધુર હૃદય.”
તેઓશ્રીનાં દર્શન અને હિતશિક્ષા માટે પંકજ સોસાયટી તેમની નિશ્રામાં રહેલો. બપોરે ગોચરી પછી મને સૂઈ જવાની ટેવ, પણ સૂવાની તૈયારી કરતાં પહેલાં મારી દૃષ્ટિ પડી પૂજ્યાદશ્રીજી પર. નવ્વાણું વર્ષની વયે ટેકા વગર સ્વાધ્યાય કરી રહ્યા હતા. અપ્રમત્તતાની આધારશીલા પર સ્વાધ્યાયને તેમણે કેવો આત્મસાત્ કરી લીધો હતો !
આવા મહાત્માઓ જ્યારે મારા જેવી એક શ્રાવિકાની જિજ્ઞાસા માટે સમય આપે, તે એક સુઅવસર જ હતો. આથી તો મારી તત્ત્વજિજ્ઞાસા પમરતી રહી અને આગળના યોગ-સુયોગ બન્યા.
અમે ત્રણેક દિવસ ગયા પછી પેલા ભાઈ તો બહારગામ ગયા. આથી હું એકલી ગઈ. બહાર ઊભા રહી પુછાવ્યું કે પેલા ભાઈ આજે આવવાના નથી. પૂ.શ્રીએ શિષ્ય સાથે કહેવરાવ્યું કે તમે અંદર આવો, બીજા શિષ્યો અહીં અભ્યાસ કરે છે એટલે આવી શકો છો.
જૈન સોસાયટીમાં તેમની પંદર-વીસ દિવસની સ્થિરતા હતી, તેથી તે દિવસોમાં આ લાભ મળ્યો. પછી પણ કોઈ જગાએ સ્થિરતા હોય અને અનુકૂળ હોય તો સમય આપતા.
તેઓએ મને સેવા, સામાયિક આદિ વિષે કંઈ પૂછ્યું નહિ. તેઓએ માન્યું હશે કે આવી મોટી મૂલ્યવાન વસ્તુ લેવા આવ્યા છે તો કંઈક ભૂમિકા હશે. મેં પૂછ્યું હજી અંતરમાં વિકલ્પો અને વિકારો ઊઠે છે તે વિભાગ-૧૦
૨૬૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org