________________
પૂ. સાધુભગવંતના સમાગમનો સુયોગ અને સુબોધી
વાસ્તવમાં પૂર્વે જણાવ્યું છે તેમ ૧૯૩૮માં પૂ. આચાર્ય ભગવંતના બોધથી જીવનની ધર્મમય ભાવના સેવાતી હતી. ત્યાર પછી ત્રણચાર જેવા દસકા અન્ય મહાત્માઓના સમાગમમાં તે ભાવનાને કંઈક પ્રકાશ મળતો રહ્યો. પરંતુ સંસ્કારમાં બીજનું રોપણ આચાર્યશ્રીથી થયેલું તે પુનઃ ઉદયમાં આવ્યું. વિવિધ ક્ષેત્રો અને સમાગમ પછી અંતમાં ૧૯૮૮માં શ્રી રા. સા. કેન્દ્ર, કોબાથી નિવૃત્ત થઈ નિવાસે આવી. ત્યાર પછી પુણ્યયોગે આચાર્યભગવંતોના સમાગમનાં સોપાન ગોઠવાતાં ગયાં. યદ્યપિ ૧૯૮૪થી તેનો કંઈક પ્રારંભ થયેલો પરંતુ તેનું સાતત્ય ૧૯૮૮થી રહ્યું. જે આજસુધી જળવાયું છે. તે ગુરુકૃપા વડે મંગલયાત્રા પૂર્ણ થઈને પૂર્ણતા સુધી લઈ જશે તેવી ભાવનાને પોષણ મળ્યા કરે છે.
મારા જીવનમાં કેવા સંકેતો મળે છે તે વિચાર કરું છું ત્યારે ગુરુકૃપા જ જવાબ મળે છે. લગભગ ૧૯૮૮ જેવું વર્ષ હશે. એક વાર એક શ્રાવક પૂ. પંન્યાસજી ભદ્રંકર રચિત “આત્મોત્થાનનો પાયો” ગ્રંથ મને આપવા આવ્યા. તેનાં બેચાર પાનાં જોતાં તે ગ્રંથ પ્રત્યે અને પૂ. પંન્યાસજી પ્રત્યે અહોભાવ જાગ્યો. એટલે મેં સહજ પૂછયું, કે પંન્યાસજીનો મેળાપ કયાં થાય ? આ ગ્રંથ તો સતપંથ જેવો છે.
અરે ! એ તો કાળધર્મ પામી ગયા છે.” તેમના વિષે તેમણે કેટલીક વિગતો જણાવી.
મને થયું આ કાળમાં આવા યોગીઓ થવા છતાં કંઈ દર્શન ન થયાં. વળી પૂછ્યું : હમણાં કોણ એવા આચાર્ય છે ? તેમણે કહ્યું કે પૂ. આચાર્ય ભગવંત ભદ્રંકરસૂરિજી છે. ઉત્તમ-પવિત્ર ચારિત્રશીલ છે. તેમના ગ્રંથો પ્રકાશિત થયા છે.
મેં કહ્યું કે મારે તેમનાં દર્શન કરવાં છે. તે સમયે ત્રણ વાગ્યા હતા. “ચાલો હમણાં જ જઈએ.” અમે ઉપાશ્રયે પહોંચ્યાં. આચાર્યશ્રી પોતાનો સ્વાધ્યાય કરતા હતા. સામાન્ય રીતે બહેનોને વ્યાખ્યાન સિવાય ઉપાશ્રયમાં પ્રવેશબંધી રાખતા.
મારી સાથેના ભાઈએ અને મેં વંદન કર્યા. તેમણે અમારા સામું જોયું. ભાઈએ સહેજ જણાવ્યું, આ સુનંદાબહેન તત્ત્વજિજ્ઞાસુ છે. તેમની સંમતિથી અમે બેઠાં. પછી મેં હાથ જોડી પૂછ્યું, મારે સમ્યકત્વ પ્રાપ્તિ મારી મંગલયાત્રા
વિભાગ-૧૦
૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org